રાજકોટ/ સામાન્ય બાબતમાં બદમશોએ યુવકને માર્યો ઢોર માર, હવામાં કર્યું ફાયરિંગ

રાજકોટ વાહન સામસામે આવી જવા મુદ્દે પોતે રોંગ સાઈડમાં હોવા છતાં પણ લુખ્ખાઓ દ્વારા યુવક સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો.

Gujarat Rajkot
ફાયરિંગ

રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને પકડવામાં વ્યસ્ત છે. બીજીતરફ ગુનેગારોમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વાહન અથડાવાની બાબતમાં એક યુવકની હત્યા થઈ હતી. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ વાહન સામસામે આવી જવા મુદ્દે પોતે રોંગ સાઈડમાં હોવા છતાં પણ લુખ્ખાઓ દ્વારા યુવક સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હવામાં ચારેક રાઉન્ડ ફાયરિંગ કરીને યુવકને રિવોલ્વર વડે માથામાં માર મારવામાં આવતા ઘાયલ થયેલા યુવકને સારવાર માટે ખસેડી લેવામાં આવ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, ગત મોડીરાત્રે  હરેશ મેણંદભાઈ રાઠોડ નામનો યુવક માધાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં આવતા છોટા હાથી વાહન સાથે એક્ટિવા અથડાતા બોલાચાલી થઈ હતી. દરમિયાન સચિન બાબરીયા, દીપક બાબરીયા, યુવરાજસિંહ ચુડાસમા, બ્રીજરાજસિંહ ચુડાસમા અને વીરભદ્રસિંહ જાડેજા, સહિત 5 જેટલા શખ્સોએ આ યુવકને ઢોર માર માર્યો હતો.

ફાયરિંગ

જેમાં યુવરાજસિંહે આ યુવકને રિવોલ્વરથી માથામાં માર મારતાં યુવક ભાગવા લાગ્યો હતો. ત્યારે તેને ડરાવવા હવામાં ચારેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકો એકઠા થવા લાગ્યા હતા. જેને લઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં. આ અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ઘાયલ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં પોલીસે આ કામના બધા આરોપીઓને સકાંજામાં લઈ લીધા હોવાનું હાલ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો, પછી વાલીઓએ કર્યું એવું કે….

આ પણ વાંચો:પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો:આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો

આ પણ વાંચો:થાનમાં કાર્બોસેલ સહિતના ખનીજનું વહન કરતા ચાર વાહનો સહિત રૂ. 42 લાખનો મુદામાલ જપ્ત

આ પણ વાંચો:લીંબડીમાં યોજાયેલા લોક દરબારમાં CCTV કેમેરા, દારૂ બંધી, સુરક્ષા સહિતની માંગ કરાઈ