Bollywood/ પોલીસને આપેલા નિવેદનમાં સલમાન ખાને કોઈપણ વ્યક્તિ તરફથી ધમકી મળવાનો કર્યો ઈન્કાર, જાણો શું કહ્યું….

પોલીસે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિશે પૂછપરછ કરી હતી. જવાબમાં સલમાને કહ્યું- હું લોરેન્સ બિશ્નોઈને બીજા બધાની જેમ જ ઓળખું છું.

Trending Entertainment
બંદૂનું લાયસન્સ

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પણ ધમકીઓ મળી હતી. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને એક ધમકીભર્યો પત્ર પણ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે પિતા-પુત્રની હાલત સિદ્ધુ મુલેવાલા જેવી થશે. પરંતુ હવે એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને આવી કોઈ ધમકીનો મળી હોવાનો ઈન્કાર કર્યો છે. મંગળવારે પોલીસ તપાસ દરમિયાન તેને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. પોતાના નિવેદનમાં, સલમાને કોઈપણ વ્યક્તિ તરફથી ધમકીઓ અને ધમકીભર્યા કોલ અથવા અન્ય કોઈ વિવાદને નકારી કાઢ્યો છે. જણાવી દઈએ કે મુંબઈ પોલીસે હાલમાં જ સલમાન અને તેના પિતાનું નિવેદન નોંધ્યું હતું.

સલમાન ખાને નિવેદનમાં આ વાત કહી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિશે પૂછપરછ કરી હતી. જવાબમાં સલમાને કહ્યું- હું લોરેન્સ બિશ્નોઈને બીજા બધાની જેમ જ ઓળખું છું. તે જ સમયે, તેણે ગોલ્ડી બ્રાર વિશે કહ્યું કે તે તેને ઓળખતો નથી. જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે શું તેને શંકા છે કે કોઈ તેને નુકસાન પહોંચાડી શકે છે તો તેણે કહ્યું કે તેની પાસે કોઈ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે સલમાનના પિતાને તે જગ્યાએ એક પત્ર મળ્યો હતો જ્યાં તે મોર્નિંગ વોક માટે ગયા. તે જ્યાં બેસે છે તે બેંચ તેના ઘરની સામે છે.

રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના કેસમાં મુંબઈ પોલીસે લગભગ 200 CCTV ફૂટેજ જપ્ત કર્યા છે. સાથે જ સલમાનના ઘર અને તેની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસે સલમાનના સ્ટાફના તેના બોડી ગાર્ડના નિવેદનો નોંધ્યા હતા.

સલમાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દિવસોમાં તે હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ લીડ રોલમાં છે.

આ પણ વાંચો: આર્યન ખાન ડ્રગ કેસને લઈને શત્રુઘ્ન સિન્હાએ શાહરૂખ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો આખી વાત

આ પણ વાંચો: અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ચોથા દિવસે બોક્સ ઓફિસ પર મોટો ઝટકો, કમાણીમાં થયો જોરદાર ઘટાડો

આ પણ વાંચો:મંકીપોક્સના વધતા ખતરાની વચ્ચે WHOએ જણાવ્યા તેને ઘટાડવાના 5 ઉપાયો