IT વિભાગના દરોડા/ અમદાવાદમાં બીજા દિવસે પણ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત, 3 કરોડ રકમ મળી આવી

આઇટીના સર્ચ આપરેશન દરમિયાન તેમની અનેક  મોબાઇલમાં વાંધાજનક ડેટા મળી આવ્યો છે આ ઉપરાંત 10 બેંક લોકર પણ સીલ કરી દેવામાં આવ્યા છે

Top Stories
AABT અમદાવાદમાં બીજા દિવસે પણ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત, 3 કરોડ રકમ મળી આવી

દેશભરમાં કરવામાં આવી રહેલી IT વિભાગની કાર્યવાહી વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું , જેને લઈને શહેરની બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે.સતત બીજા દિવસે પણ આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું ,આ તપાસ દરમિયાન 3 કરોડની રોકડ  મળી આવી હતી.

આઇટીના સર્ચ આપરેશન દરમિયાન તેમની અનેક  મોબાઇલમાં વાંધાજનક ડેટા મળી આવ્યો છે આ ઉપરાંત 10 બેંક લોકર પણ સીલ કરી દેવામાં આવ્યા છે,ગઇકાલે આયકર વિભાગે 24 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતો અને સતત 48 કલાકથી તેમનું સર્ચ આપરેશન ચાલુ છે .તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા છે હજી પણ બેનામી સંપત્તિ મળી આવવાની પ્રભળ શક્યતા છે આ દરોડાના લીધે લેંડ  ડીલર જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આયકર વિભાગે ગઇકાલે IT વિભાગ દ્વારા શહેરના અનેક બિલ્ડર ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા તેમજ કે મહેતા ગ્રૂપ સહિતના અનેક ગ્રુપો પર ITએ તવાઇ બોલાવી હતી  અને એ તમામ ના ત્યાં સર્ચ આપરેશન હાલ ચાલી રહ્યું છે.