Loksabha Election 2024/ મતદાન વધારવાના અવનવા પ્રયાસ, મતનું નિશાન બતાવનારને ડિસ્કાઉન્ટ

લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન…….

Top Stories Gujarat Trending
Image 2024 05 06T111518.812 મતદાન વધારવાના અવનવા પ્રયાસ, મતનું નિશાન બતાવનારને ડિસ્કાઉન્ટ

Gujarat News: ગુજરાતમાં મતદાન વધારવા વેપારીઓ બાદ કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિયેશન અને હોટલ એસોસિયેશન પણ અવનવા પ્રયાસ કરતું જોવા મળ્યું છે. મતદાનનું નિશાન બતાવીને દવાથી લઈ રેસ્ટોરન્ટમાં 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન, ગુજરાત રાજ્ય હોટેલ એસોસિયેશન પણ સહભાગી થશે. વધુ મતદાન થાય તે માટે દરેક મતદાતાને મતદાનના દિવસે દવાના બિલ પર 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય તરફ હોટેલ એસોસિયેશને ભોજનના બિલમાં 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે સહભાગીતા થવા અપીલ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે

આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ