Green wood-Black Business/ બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન

બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર ચાલે છે અને તંત્ર રીતસરનું નિંદ્રાધીન છે. તાજેતરમાં જ મામલતદારે પોતે જહેમત લીને લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટર ઝડપ્યા હતા, આ દર્શાવે છે કે લીલા લાકડાનો કારોબાર કેવો બેફામ ચાલે છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 12T161920.573 બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન

ધાનેરાઃ બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર ચાલે છે અને તંત્ર રીતસરનું નિંદ્રાધીન છે. તાજેતરમાં જ મામલતદારે પોતે જહેમત લીને લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટર ઝડપ્યા હતા, આ દર્શાવે છે કે લીલા લાકડાનો કારોબાર કેવો બેફામ ચાલે છે. ધાનેરાની દરેક શો મિલમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર પહોંચી જાય છે. લાકડાનો આ કારોબાર ચલાવતા માફિયા સુધી પહોંચવામાં તંત્રના હાથ ટૂંકા પડતા લાગે છે અથવા તો તંત્ર રીતસરની કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું લાગે છે.

સૂત્રોનું જ માનીએ તો કલેક્ટરે માંડ એક દિવસમાં બે ટ્રેક્ટર પકડ્યા, પરંતુ રોજ કમસેકમ 100 ટ્રેક્ટર ભરેલા લાકડા આ રીતે રીતસરના જાય છે. ધાનેરાની કોઈ સો મિલ નથી જ્યાં આ લાકડા ભરેલા ટ્રેક્ટર ન જતાં હોય. વનવિભાગના આશીર્વાદથી લીલા લાકડાનો કાળો કારોબાર બેફામ ચાલે છે. વનવિભાગે જાણે વનપેદાશોનો સોથ વાળવાનું નક્કી કરી લીધું લાગે છે. લીલા લાકડાની બેફામ ચોરી થવા દેતું વનવિભાગ પોતાના ઉપયોગ માટે વૃક્ષોના લાકડાને બાળતા આદિવાસીઓ સામે પગલાં લેવામાં જરા પણ પાછીપાની કરતું નથી.

આમ સરકાર એકબાજુએ વૃક્ષ વાવવાની અને રાજ્યમાં જંગલ વિસ્તાર વધારવાની વાત કરી રહી છે તો બીજી બાજુએ વૃક્ષ છેદનનો વેપલો ખુલ્લેઆમ ચાલે છે. રાજ્ય સરકાર ગુજરાતમાં ગ્રીન કવર વધારવા કવાયત કરી રહી છે, બીજી બાજુએ ગુજરાતમાં લીલા લાકડાની બેફામ ચોરી થઈ રહી છે. આ પ્રકારની લાકડાની બેફામ ચોરીના લીધે ગુજરાતના ગાઢ જંગલો આછા થઈ રહ્યા છે અને ઘટતા જંગલોના લીધે પછી વન્ય વિસ્તારના પ્રાણીઓ પણ શહેરી વિસ્તારમાં આવી જાય છે. આ ચોરી ન અટકી તો ગાઢ જંગલો માટે જાણીતો સૌરાષ્ટ્ર વિસ્તાર ગ્રીન કવર વગરનો થઈ જશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ