ગુજરાત/ ભાવનગરમાં પતિ-પત્ની પર જૂની અદાવતમાં થયો હુમલો

ભાવનગરમાં એક દંપતી પર હુમલો થયાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 01T101714.050 ભાવનગરમાં પતિ-પત્ની પર જૂની અદાવતમાં થયો હુમલો

ભાવનગરમાં એક દંપતી પર હુમલો થયાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી. દંપતી ઘર બહાર કામસર નીકળ્યું ત્યારે છ જેટલા લોકોએ દંપતી પર જીવલેણ હુમલો કર્યો. દંપતી પર આરોપીઓ દ્વારા પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો. દંપતીના પગે પાઈપથી માર મારવામાં ગંભીર ઇજા થવા પામી. હુમલામાં પતિ-પત્ની ગંભીર રૂપે ઘાયલ થયા. દંપતી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

દંપતી બહાર નીકળ્યું ત્યારે 6 જેટલા લોકોએ રસ્તામાં આંતરીને તેમના પર હુમલો કર્યો. ગંભીર ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દંપતીએ હુમલાની ફરિયાદ કરતા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પોલીસ પૂછપરછમાં દંપતીએ જણાવ્યું કે આરોપીઓએ જૂની અદાવતમાં પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો. હવે પોલીસ તપાસ કરશે કે આખરે આરોપી અને દંપતી વચ્ચે શું અણબનાવ હતો અને કેમ તેમના પર અદાવત રાખી હુમલો કરાયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: જામનગરમાં બાળકીને ગાયે કચડતા ચકચાર

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ