Not Set/ ગાંધીના આ ગુજરાતમાં દારૂડિયાઓ એક જ વર્ષમાં આટલાં કરોડ લિટર દારૂ પી ગયા

અમદાવાદ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો લીટર દારૂ પીવાય છે, ગુજરાત સરકારે દારુના દુષણને નેસ્તનાબુદ કરવા તેમજ દારુબંધીના કડક અમલ માટે નવા કાયદા બનાવ્યા છે પણ આ આંકડા જોઇને લાગે છે કે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે જે એક મોટો સવાલ તંત્ર પર ઉભો કરી રહ્યો છે કે, ગુજરાતમાં દારુબંધી છે?. અમદાવાદના […]

Ahmedabad Top Stories Gujarat Trending
mantavya 332 ગાંધીના આ ગુજરાતમાં દારૂડિયાઓ એક જ વર્ષમાં આટલાં કરોડ લિટર દારૂ પી ગયા

અમદાવાદ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો લીટર દારૂ પીવાય છે, ગુજરાત સરકારે દારુના દુષણને નેસ્તનાબુદ કરવા તેમજ દારુબંધીના કડક અમલ માટે નવા કાયદા બનાવ્યા છે પણ આ આંકડા જોઇને લાગે છે કે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે જે એક મોટો સવાલ તંત્ર પર ઉભો કરી રહ્યો છે કે, ગુજરાતમાં દારુબંધી છે?.

અમદાવાદના વાસણામાં મોડી રાત્રે દારૂ-હુક્કાની મહેફિલ, 10 જેટલા નબીરાઓની ધરપકડ

છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં દારુનું વેચાણ રોકેટ ગતિએ વધ્યું છે. વિવિધ જિલ્લામાંથી RTI હેઠળ માગવામાં આવેલી માહિતી અનુસાર, 2011-12માં ગુજરાતમાં કુલ 51.03 લાખ લિટર દારુ વેચાયો હતો, જે વધીને 2012-13થી 2017-18ના ગાળામાં વધીને 3.85 કરોડ લિટર પર પહોંચી ગયો હતો.

સુરત:5 દીવસ પહેલા જ પોલીસને બાતમી અપાઈ હતી, દર કલાકે નવી નવી ચર્ચા સામે આવી રહી છે

ગુજરાતમાં સૌથી વધુ દારુ સુરતમાં વેચાય છે. ત્યારબાદ અમદાવાદ, વડોદરા અને કચ્છનો નંબર આવે છે. આંકડાં અનુસાર, ગુજરાતમાં બહારથી આવતા ટુરિસ્ટ સૌથી વધુ દારુ પીએ છે. 2012-18 દરમિયાન કુલ 3.65 લાખ પરમિટ ઈશ્યૂ કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં જ રહેતા હોય તેવા પરમિટ ધારકોની સંખઅયા માત્ર 52,000 છે.

સુરત સૌથી આગળ

ડાયમંડ સિટી સુરતમાં પાછલા છ વર્ષમાં 278.6 કરોડનો 1.13 કરોડ લિટર દારુ પીવાયો હતો. આ પ્રમાણ 2011-12માં આ પ્રમાણ માત્ર 14 લાખ લિટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે. શહેરમાં છેલ્લા છ વર્ષમાં 74.14 લાખ લિટર દારુનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ 33.41 લાખ લિટર, અને કચ્છમાં 33.12 લાખ લિટર હતું.

સુરત : આ જાણીતી  હોટેલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહિલાઓ દારૂ પીતા ઝડપાઇ

આ RTI કરનારા ગુજરાત હાઈકોર્ટના વકીલ બંદિશ સોપારકરે જણાવ્યું હતું કે, સરકાર દારુબંધીના કાયદાને કડક બનાવે છે, પરંતુ આ આંકડાં જ બતાવે છે કે દારુબંધીનો વાસ્તવિક રીતે કેવો અમલ થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બહારના લોકોને સરકાર પરમિટ આપે છે, તેનો મતલબ એવો છે કે ગુજરાત સરકારને ગુજરાતીઓ પર જ વિશ્વાસ નથી. સરકાર એવું માને છે કે, બહારના લોકો દારુ પીને કોઈ ગુનો નહીં કરે, પરંતુ ગુજરાતના લોકો તેવું કરશે.

આ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આંકડા જોયા વિના કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારનું ગુજરાત નરેન્દ્ર મોદીના શાસનમાં હવે ઝૂમતા ગુજરાત બની ગયું છે. પરમિટ શોપની સંખ્યા વધારી સરકાર લોકોને દારુ પીવા પ્રેરી રહી છે.”,