આપઘાત/ કોરોના કાળમાં રાજકોટમાં વૃદ્ધાએ સાતમા માળથી ઝંપલાવી કરી આત્મહત્યા, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

રાજકોટમાં એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે અને તેઓએ મહિલા માનસિક બીમારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું સામે આવી..

Rajkot Gujarat
A 175 કોરોના કાળમાં રાજકોટમાં વૃદ્ધાએ સાતમા માળથી ઝંપલાવી કરી આત્મહત્યા, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

કોરોના કાળમાં રાજ્યભરમાં અનેક આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે અને લોકો પોતાના જીવને વ્હાલું કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે રાજકોટના પોશ એરિયા કહેવાતા કુવાવડા રોડ પર એક આપઘાતની ઘટના સામે આવી છે.

રાજકોટમાં એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે અને તેઓએ મહિલા માનસિક બીમારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. બીજી બાજુ આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે.

આ પણ વાંચો : વલસાડમાં પતિએ જ પત્નીને ચાકુના ઘા મારી ઉતારી મોતને ઘાટ, 2 બાળકોએ ગુમાવી માતા

મળતી માહિતી મુજબ, રાજકોટના કુવાવડા રોડ પર સ્થિત ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના બીજા માળે સોલંકી પરિવાર રહે છે, જેમાં સોલંકી પરિવારમાં માતા જમનાબેન સોલંકી માનસિક બીમારીથી પીડાતા હતા. ત્યારે આજે તેઓ બિલ્ડીંગના સાતમા માળે ગયા હતા, અને અગાશી પરથી પડતુ મૂક્યું હતું.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે, જ્યાં બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વૃદ્ધાની આત્મહત્યાની તમામ માહિતી કેદ થઈ હતી, જેમાં તેઓ બીજા માળેથી ચઢીને અગાશી સુધી પહોંચ્યા હતા. બાદમાં તેઓ 7 માં માળની બાલ્કનીની પાળી પર ચઢ્યા હતા, પરંતુ ડર લાગવાને કારણે તેઓ થોડા અટવાયા હતા. આખરે બીક ન લાગે તે માટે ઉંધા ફરીને કૂદકો મારતા નજરે પડે છે.

આ પણ વાંચો : મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ

બીજી બાજુ આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે અને પોલીસ તપાસમાં માલૂમ પડ્યુ કે, જમનાબેન માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે આ પગલું ભર્યું હતું.

આ પણ વાંચો :મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત