ગુજરાત/ રાજકોટમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધતાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું…….

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

Gujarat Rajkot
Untitled 15 2 રાજકોટમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધતાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું.......

મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.
ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો ;સમન્સ / EDએ જેકલીન ફર્નાન્ડીઝને 8 ડિસેમ્બરે હાજર રહેવા પાઠવ્યું સમન્સ

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ સર્વોદય સોસા. થોરાળા, ઘારેશ્વર સોસા., વાણીયાવાડી, ફિલ્ટર હાઉસ કવાટર્સ, કનકનગર, શ્રી મનુભાઇ રાઠોડ માર્ગ, બાલકૃષ્ણ સોસા., ૫રસાણાનગર, રેલનગર – ર, નુરાની૫રા, ગુંદાવાડી, માઉન્ટેન પોલીસ લાઇન, મારૂતિ ઇન્ડ. એરીયા, ક્રિષ્ના પાર્ક, સૈનિક સ્કુલ સોસા., કૈલાશવાડી, રેલનગર – ર, નાથદ્રારા પાર્ક, સમપર્ણ પાર્ક વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી હતી.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો ;utch / આ જીલ્લામાં કરોડની વીજચોરીનો પર્દાફાશ, વીજચોરોમાં ફફડાટ