Surat-ED raid/ સુરતમાં હવાલાથી નાણા વિદેશ મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી

સુરતમાં હવાલાથી નાણા વિદેશ મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી છે. સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રિઝર્વ બેન્કના નિયમોનો ભંગ કરીને વિદેશમાં નાણા મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોને ત્યાં ઇડી ત્રાટકી છે.

Top Stories Gujarat Surat
ED raid સુરતમાં હવાલાથી નાણા વિદેશ મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી

સુરતઃ સુરતમાં હવાલાથી નાણા વિદેશ મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી છે. સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રિઝર્વ બેન્કના નિયમોનો ભંગ કરીને વિદેશમાં નાણા મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોને ત્યાં ઇડી ત્રાટકી છે. તેઓ ફોરેક્સમાં ટ્રેડિંગ કરે છે, પરંતુ તેની સાથે-સાથે તેમણે હવાલાથી નાણા વિદેશ મોકલ્યાના પણ અહેવાલ છે. ઇડીએ આ અહેવાલના આધારે સાત સ્થળ પર તપાસ શરૂ કરી છે અને એક કરોડથી વધુ રકમ જપ્ત કરી ચૂક્યું છે.

ઇડીનું કહેવું છે કે હજી પણ તપાસ અભિયાન જારી છે. સુરતનાડ મસ રોડ પર આવેલી ધ મોન્ટેસા ખાતેનું ઓજસ્વી ફાઉન્ડેશન, ફાઇનાન્સ, એજ્યુકેશન, ફોરેક્સ ટ્રેડિંગ, ટ્રાવેલ, એન્ટરટેઇનમેન્ટ, હોટેલ અને રેસ્ટોરાના કારોબાર સાથે જોડાયેલું છે. સંસ્થા ઘણા સમયથી ફોરેક્સ ટ્રેડિંગની આડમાં હવાલાથી વિદેશમાં નાણા મોકલતી હોવાનું ઇડીના ધ્યાન પર આવ્યું હતું.

ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ હવાલાતી નાણા મોકલવા માટે શહેરની બે આંગડિયા પેઢીની પણ મદદ લીધી હતી. તેના પગલે ઇડીએ હવે બંને આંગડિયા પેઢી પીએમ અને એચવીમાં પણ તપાસ આદરી છે. આ તપાસમાં એક આંગડિયા પેઢીમાંથી 75 લાખ જપ્ત કરાયા છે. ઓજસ્વી ફાઉન્ડેશના સંચાલકોએ આ નાણા વિદેશમાં મોકલવા માટે આપ્યા હોવાની શંકાના આધારે ઇડીએ હાલમાં રોકડ રકમ જપ્ત કરીને નાણા ક્યાંથી આવ્યા અને કોણે મોકલાવ્યા તેની તપાસ આદરી છે. આગામી દિવસોમાં આ કેસમાં બીજા નામો પણ ખુલે તેવી સંભાવના છે.

આંગડિયા પેઢીની હવાલા કાંડમાં સંડોવાયેલી હોવાથી ઇડી હવે ગુજરાતમાં એક પછી એક હવાલા ઓપરેટરોના નામ ખૂલી શકે તેવું ઇડી માને છે. તેથી હવે સુરતમાં ઇડીનો પથારો લાંબા સમય સુધી રહે તેમ મનાય છે.


આ પણ વાંચોઃ Stock Market Down/ ધનતેરસના એક દિવસ પહેલા રેડ ઝોનમાં ખૂલ્યું બજાર

આ પણ વાંચોઃ Dhanteras 2023/ નિફ્ટી-સેન્સેક્સને પછાડીને ‘સોના’એ રોકાણકારોને કરી દીધા માલામાલ

આ પણ વાંચોઃ Ahmedabad Accident/ અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેનાં મોત