Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડનાં કેસ પહોંચ્યા 2 લાખ નજીક

કોરોનાની બીજી લહેર બાદ ચર્ચાઓ થઇ રહી હતી કે હવે કોવિડનાં કેસ વધશે નહી કારણે કે મોટા પ્રમાણમાં દેશમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પરંતુ હાલમાં સ્થિતિ વિપરિત દેખાઇ રહી છે.

Top Stories India
ipl2020 28 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડનાં કેસ પહોંચ્યા 2 લાખ નજીક

કોરોનાની બીજી લહેર બાદ ચર્ચાઓ થઇ રહી હતી કે હવે કોવિડનાં કેસ વધશે નહી કારણે કે મોટા પ્રમાણમાં દેશમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પરંતુ હાલમાં સ્થિતિ વિપરિત દેખાઇ રહી છે. રોજ કોરોનાનાં કેસ દોઢ લાખથી ઉપર નોંધાઇ રહ્યા છે. આજે આ આંકડો 2 લાખ નજીક પહોંચી ગયો છે.

આ પણ વાંચો – ઉદ્વઘાટન / આજે PM મોદી પુડુચેરીમાં 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે,તમિલનાડુને મળશે નવી 11 મેડિકલ કોલેજ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,94,720 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 4,868 પર પહોંચી ગયા છે. આ વાયરસને કારણે દેશમાં 442 લોકોનાં મોત થયા છે, જેમાંથી 296 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યો છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,84,655 થઈ ગયો છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 11.05% થયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,53,80,08,200 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 85,26,240 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાતા ટોચનાં 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. અહીં કોરોનાનાં 34,424 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 21,259, પશ્ચિમ બંગાળમાં 21,098, તમિલનાડુમાં 15,379 અને કર્ણાટકમાં 14,473 છે. 54.77% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. કુલ નવા કેસોમાંથી 17.68 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાંથી આવ્યા છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે રાજ્યમાં ઠંડી વધી, સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયુ

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 9,55,319 છે, જે નવ લાખનાં આંકને વટાવી રહ્યો છે. કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો બે ટકાથી વધીને 2.65% થયો છે. રિકવરી રેટ હાલમાં 96.01% છે. છેલ્લા 24 કલાકમાં 60,405 ઠીક થયા છે વળી આ સાથે આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 34,630,536 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, 10 જાન્યુઆરી સુધીમાં કુલ 69,52,74,380 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ગઈકાલે 17,61,900 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.