ગુજરાતના પ્રવાસે/ વીકેન્ડમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક કાર્યક્રમોનું લોકોર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારે એમ બે દિવસના કચ્છ અને ગાંધીનગર અમદાવાદ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે

Top Stories Gujarat
2 41 વીકેન્ડમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક કાર્યક્રમોનું લોકોર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિક એન્ડ માં ગુજરાત આવી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારે એમ બે દિવસના કચ્છ અને ગાંધીનગર અમદાવાદ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે તો,અમિત શાહ રવિવારના દિવસે પોતાના સંસદીય મતવિસ્તારમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતે રોડ  શો દ્રારા નાગરિકોનો અભિવાદન કરનાર છે. તેમજ શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં ચરખા, તેમજ અમદાવાદ કોર્પેારેશન નિર્મિત ફટ બ્રિજનુ લોકાર્પણ કરશે.
બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ દિલ્હી પરત જશે જયારે શનિવારે રાત્રે ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી જશે અને રવિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહેશેછે, અમદાવાદ નજીક આવેલા વડસર ખાતે તળાવ બ્યુટીફિકેશનનું ખાતમુહર્ત કરશે સોમવારે સવારે તેઓ દિલ્હી પરત જશે.