Not Set/ વર્લ્ડ કપમાં ભારતે યુગાન્ડાને 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો,રાજ બાવાની 162ની યાદગાર ઇનિંગ્સ

સુપર લીગના ક્વાર્ટર ફાઈનલ તબક્કામાં પહોંચી ગયેલી ભારતીય ટીમે બ્રાયન લારા સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 405 રન બનાવ્યા હતા

Top Stories Sports
9 14 વર્લ્ડ કપમાં ભારતે યુગાન્ડાને 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો,રાજ બાવાની 162ની યાદગાર ઇનિંગ્સ

ICC અંડર-19 વર્લ્ડ કપમાં આજે ભારત અને યુગાન્ડા વચ્ચે મેચ રમાઈ રહી છે. સુપર લીગના ક્વાર્ટર ફાઈનલ તબક્કામાં પહોંચી ગયેલી ભારતીય ટીમે બ્રાયન લારા સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 405 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રાજ બાવા 162 રન બનાવી અણનમ પરત ફર્યા જ્યારે અંગક્રિશ રઘુવંશીએ 144 રન બનાવ્યા.

ભારતીય ટીમે ગ્રુપ બીની પોતાની છેલ્લી મેચમાં યુગાન્ડા સામે 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટના નુકસાને 405 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાજ બાવા 162 રન બનાવી અણનમ પરત ફર્યા હતા જ્યારે અંગક્રિશ રઘુવંશીએ 144 રન બનાવ્યા હતા.

રાજ બાવા 108 બોલમાં 162 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. તેણે પોતાની રેકોર્ડ ઇનિંગ્સ દરમિયાન 14 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. બાવાએ પોતાની તોફાની ઇનિંગ્સથી શિખર ધવનનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તે હવે અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ધવને 2004માં સ્કોટલેન્ડ સામે 155 રનની અણનમ ઇનિંગ રમી હતી.