Not Set/ યુ ટ્યુબના હેડક્વાટરમાં મહિલાએ હુમલો કર્યો, 4 ઘાયલ, હુમલાખોરે કરી આત્મહત્યા

સૈન બ્રૂનો, અમેરિકામાં જાણીતી સોશિયલ નેટવર્કિંગની સાઈટ યુ ટ્યુબના હેડક્વાર્ટર પર ફાયરીંગની ઘટના સામે આવી છે. એક મહિલાએ ફાયરીંગ કરીને ચાર લોકોને ઘાયલ કર્યા હતા અને એ પછી અંતે પોતાની જાતને ગોળી મારી તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના નોર્થ કૈલિફોર્નિયાના સેન બ્રુનો સ્થિત યુટ્યુબ હેડક્વાર્ટરમાં સામે આવી છે. શહેર પોલીસના જણાવ્યા મુજબ મહિલા […]

Top Stories
youtube 1 યુ ટ્યુબના હેડક્વાટરમાં મહિલાએ હુમલો કર્યો, 4 ઘાયલ, હુમલાખોરે કરી આત્મહત્યા

સૈન બ્રૂનો,

અમેરિકામાં જાણીતી સોશિયલ નેટવર્કિંગની સાઈટ યુ ટ્યુબના હેડક્વાર્ટર પર ફાયરીંગની ઘટના સામે આવી છે. એક મહિલાએ ફાયરીંગ કરીને ચાર લોકોને ઘાયલ કર્યા હતા અને એ પછી અંતે પોતાની જાતને ગોળી મારી તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટના નોર્થ કૈલિફોર્નિયાના સેન બ્રુનો સ્થિત યુટ્યુબ હેડક્વાર્ટરમાં સામે આવી છે. શહેર પોલીસના જણાવ્યા મુજબ મહિલા એક્ટીવ શુટર હતી. 39 વર્ષની આ મહિલાની ઓળખ નસીમ અઘદમ તરીકે થઇ છે.

ફાયરીંગની ઘટના સામે આવ્યા બાદ ત્યાં હાજર લોકોએ ઈમરજન્સી નંબર ૯૧૧ પર કોલ કર્યો હતો. જેથી પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  જેમાં એક ૩૬ વર્ષીય યુવકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ છે. ગુગલની માલિકિવાળા યૂ-ટ્યુબની હેડ ઓફિસમાં 1700 લોકો કામ કરે છે. આ વિસ્તારમાં આવેલી અન્ય ઓફિસ કરતા અહીં વધારે કર્મચારીઓ કામ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘાયલ થયેલા લોકોમાં એક 36 વર્ષના યુવક અને એક 32 વર્ષની મહિલાની સ્થિતિ વધારે ગંભીર છે. તથા 27 વર્ષની બીજી એક યુવતી પણ ઘાયલ થઈ છે. અન્ય એક યુવતીની એડીમાં સામાન્ય ઈજા થઈ છે.

સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ આ ઘાયલ યુવક હુમલો કરનાર મહિલાનો બોયફ્રેન્ડ હતો. આ હુમલાને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યુ હતું કે સૈન બ્રૂનોમાં યુ ટ્યુબના હેડક્વાર્ટર ખાતે ફાયરીંગના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં પીડિત લોકો પ્રત્યે મારી સંવેદના છે. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લેવા બદલ સુરક્ષા એજન્સીઓને હું અભિનંદન આપુ છું.

આ ઘટના બાદ યુ ટ્યુબના સીઈઓ સુસૈન વોજસીકીએ ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, આ ઘટનામાં કોઈ નુકશાન ન થયુ તે માટે અમે ભાગ્યશાળી છીએ. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચનાર સુરક્ષા એજન્સીઓનો અમે આભાર માનીએ છીએ. હુમલામાં ઘાયલ તમામ લોકો સાથે અમારી સંવેદના છે, અમે આ મુશ્કેલ સ્થિતિમાં તેમની સાથે ઉભા છીએ.