IT Raid/ કાનપુરની બંસીધર ટોબેકો કંપની પર  આવકવેરા વિભાગના દરોડા, રોકડ સહિત લકઝરી કાર અને દસ્તાવેજો કર્યા જપ્ત

કાનપુરમાં આવકવેરા વિભાગની ટીમે બંસીધર ટોબેકો પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. ગુરુવારે (29 ફેબ્રુઆરી) સાંજે આવકવેરા વિભાગના દરોડામાં રોકડ સહિત લકઝરી કાર અને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. 

Top Stories India
YouTube Thumbnail 2024 03 02T140827.082 કાનપુરની બંસીધર ટોબેકો કંપની પર  આવકવેરા વિભાગના દરોડા, રોકડ સહિત લકઝરી કાર અને દસ્તાવેજો કર્યા જપ્ત

કાનપુર : આવકવેરા વિભાગની ટીમે બંસીધર ટોબેકો પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. ગુરુવારે (29 ફેબ્રુઆરી) સાંજે આવકવેરા વિભાગના દરોડામાં રોકડ સહિત લકઝરી કાર અને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.  આવકવેરા વિભાગની એકંદરે 15 થી 20 ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ અને દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં બંસીધર ટોબેકો કંપની સાથે સંકળાયેલા લોકોના પરિસરમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. આવકવેરા વિભાગે ગુરુવારે હાથ ધરેલ દરોડા પાડો ઓપરેશન આજે  ત્રીજા દિવસે એટલે કે શનિવારે (2 માર્ચ) પણ ચાલુ છે.

આવકવેરા વિભાગનો આરોપ છે કે અન્ય કંપનીઓને કાચો માલ સપ્લાય કરતી તમાકુ કંપનીએ મોટા પાયે ટેક્સ અને GST ચૂકવવામાં ચોરી કરી હતી. આવકવેરાની ટીમે આ તમામ જગ્યાએથી રોકડ, લક્ઝરી કાર અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ સ્થળોએથી ઝડપાયેલા સામાનને લઈને ઈન્કમટેક્સ તરફથી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.  જણાવવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગની ટીમે તમાકુના વેપારી કેકે મિશ્રાના દિલ્હીના ઘરે દરોડા પાડીને 60 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક લક્ઝરી કાર રિકવર કરી છે. જેમાં રોલ્સ રોયસ ફેન્ટમ, મેકલેરેન, લેમ્બોર્ગિની અને ફેરારી જેવી કારનો સમાવેશ થાય છે.

YouTube Thumbnail 2024 03 02T140329.159 કાનપુરની બંસીધર ટોબેકો કંપની પર  આવકવેરા વિભાગના દરોડા, રોકડ સહિત લકઝરી કાર અને દસ્તાવેજો કર્યા જપ્ત

આવકવેરા વિભાગની ટીમે ગુરુવાર અને શુક્રવારે દિલ્હીના ઘરમાંથી ઘણી મોંઘી ઘડિયાળો પણ જપ્ત કરી હતી. આમાંની મોટાભાગની ઘડિયાળો આયાત કરવામાં આવે છે. તેમની કિંમત 3-4 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. તેની યોગ્ય કિંમત નક્કી કરવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ, શનિવારે ટીમે 2.5 કરોડની કિંમતની ડાયમંડ ઘડિયાળ સહિત 5 વધુ મોંઘી ઘડિયાળો જપ્ત કરી હતી. આ ઉપરાંત ટીમે તેમના અલગ-અલગ સ્થળોએથી ભારત અને વિદેશમાં કરોડોની કિંમતની બેનામી સંપત્તિના દસ્તાવેજો અને 5 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરી છે. શનિવારે આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ જપ્ત કરી હતી. વેપારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે બંશીધર ટોબેકો કંપનીની ઓફિસનો પણ કબજો લઈ લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું કે કંપની રૂ. 20 થી 25 કરોડનું ટર્નઓવર બતાવી રહી હતી, જ્યારે તેનું ટર્નઓવર રૂ. 100-150 કરોડ છે. તે અન્ય મોટા પાન મસાલા હાઉસમાં પ્રોડક્ટ સપ્લાય કરતી વખતે તેના ખાતામાં દર્શાવેલ કંપનીને નકલી ચેક જારી કરતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન

આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

આ પણ વાંચો:ગુજરાત/જૂનાગઢનો લાડો અને પોલેન્ડની લાડી, ગુજરાતમાં કરશે ભારતીય સંસ્ક્રુતિથઈ લગ્ન