Corona/ કોરોના વાયરસના કેસોમાં વાયુવેગે વધારો

નિષ્ણાંતોએ સંભાવના વ્યક્ત કરી કે જો લોકો નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તો આગામી સમયમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.

India
CORONA કોરોના વાયરસના કેસોમાં વાયુવેગે વધારો

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વાયુવેગે વધારો થવા લાગ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15 હજાર 510 નવા કેસ નોંધાયા છે. તો  ગઈકાલે 106 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 43 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા આ પ્રમાણે છે હાલ દેશમાં કોરોનાના સકારાત્મક કેસની સંખ્યા 1 કરોડ 10 લાખ 96 હજાર 731 સુધી પહોંચી ગઈ છે. તેમાંથી 1 લાખ 57 હજાર 157 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલના કેસની સંખ્યા 1 લાખ 68 હજાર 627 સુધી પહોંચી છે. તો, ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1 કરોડ 7 લાખ 86 હજાર 457 છે. તો બીજી તરફ કોરોનાને હરાવા માટે અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 43 લાખ 1 હજાર 266 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચએ માહિતી આપી છે કે ગઈકાલ સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે કુલ 21 કરોડ 68 લાખ 58 હજાર 774 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે 6 લાખ 27 હજાર 668 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં કેસના પોઝિટિવિટી કેસમાં વધારો થયો છે, જે હાલમાં 1.48 ટકા રહ્યો છે. નિષ્ણાંતોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે જો લોકો નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તો આગામી સમયમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.

દેશભરમાં કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. ત્યારે આ તબક્કામાં  60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સરકારે રસીકરણ માટે 10 હજાર સરકારી આરોગ્ય કેન્દ્રોની છે જ્યાં આ રસી નિ:શુલ્ક આપવામાં આવશે. જો કે જેમને ખાનગી હોસ્પિટલોમાં રસી લેવી હોય તેમને રસીની કિંમત ચૂકવવી પડશે. વ્યક્તિ દીઠ ડોઝ માટે તેની કિંમત 250 રૂપિયા છે.