ચૂંટણી પરિણામ/ જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો વિજય

મનપાની જેમ ભાજપ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ બાજી મેરી રહ્યુ હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે.

Gujarat Others
Mantavya 21 જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો વિજય
  • જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી
  • મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત
  • કાંતિભાઈ ગજેરાનો અપક્ષમાંથી થયો વિજય
  • ભાજપ ઉમેદવારનો થયો કારમો પરાજય
  • કોંગ્રેસમાં ફોર્મ રદ્દ કરી ભાજપમાં જોડાવું પડયું ભારે

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રાજ્યનાં 27 જિલ્લાઓમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે ગત રવિવારે મતદાન થયું હતું, જેના ચૂંટણી પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યુ છે. મતોની ગણતરી માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે કોરોના વાયરસ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં, ભાજપ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વચ્ચે ઘણી જગ્યાઓ પર આકરી લડત થઈ હતી, જે પછી તમામની નજર આ ચૂંટણી પરિણામો પર છે.

ચૂંટણી પરિણામ: પાલિકા-પંચાયતમાં ભાજપ અગ્રેસર, ન.પા.માં પણ ભાજપની બલ્લે બલ્લે

આપને જણાવી દઇએ કે, મનપાની જેમ ભાજપ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ બાજી મેરી રહ્યુ હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. વળી આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, જુનાગઢ જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. કાંતિભાઈ ગજેરા કે જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા તેઓએ અંતે જીતનો સ્વાદ ચાંખ્યો છે. વળી બીજી તરફ ભાજપ ઉમેદવારનો કારમો પરાજય થયો છે.

ચૂંટણી પરિણામ: 161 જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ આગળ, 32 બેઠકો પર કોંગ્રેસને મળી લીડ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ