Not Set/ હરિયાણા વિધાનસભા ચૂંટણી/ ટ્રેક્ટર ચલાવીને વોટ કરવા પહોંચ્યા દુષ્યંત ચૌટાલા,સોનાલી-યોગેશ્વર પણ કર્યું મતદાન

હરિયાણા વિધાનસભા માટે સોમવારે સવારથી જ મતદાન શરૂ થતાંની સાથે જ રાજ્યની ઘણી મોટી હસ્તીઓ મતદાન મથકે પહોંચી હતી અને પોતાનો મત આપ્યો હતો. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ તેમના પરિવાર સાથે સિરસામાં મત આપ્યો હતો. ઉંચાનાકલાંથી જેજેપીના ઉમેદવાર દુષ્યંત મતદાન મથકકે ટ્રેક્ટર ચલાવ્યાં પહોંચ્યા હતાં. તેમની સાથે નૈના ચૌટાલા અને મેઘના […]

Top Stories India
aaaaaaaaaaaaamahi હરિયાણા વિધાનસભા ચૂંટણી/ ટ્રેક્ટર ચલાવીને વોટ કરવા પહોંચ્યા દુષ્યંત ચૌટાલા,સોનાલી-યોગેશ્વર પણ કર્યું મતદાન

હરિયાણા વિધાનસભા માટે સોમવારે સવારથી જ મતદાન શરૂ થતાંની સાથે જ રાજ્યની ઘણી મોટી હસ્તીઓ મતદાન મથકે પહોંચી હતી અને પોતાનો મત આપ્યો હતો. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ તેમના પરિવાર સાથે સિરસામાં મત આપ્યો હતો. ઉંચાનાકલાંથી જેજેપીના ઉમેદવાર દુષ્યંત મતદાન મથકકે ટ્રેક્ટર ચલાવ્યાં પહોંચ્યા હતાં. તેમની સાથે નૈના ચૌટાલા અને મેઘના ચૌટાલા પણ હાજર હતા.

સોનાલી-યોગેશ્વર દત્તે કર્યું મતદાન

બીજીબાજુ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કુમારી શૈલજાએ સવારે આઠ વાગ્યાની આસપાસ હિસારમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત હરિયાણાની ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટ પોતાનો મત આપવા આદમપુર પહોંચી હતી. સોનાલી ભાજપની ટિકિટ પર આદમપુર વિધાનસભામાંથી ચૂંટણી લડી રહી છે. તેમની સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ વિશ્નોઇ છે. સોનાલી ફોગાટ ઉપરાંત ઓલમ્પિયન અને ભાજપના ઉમેદવાર યોગેશ્વર દત્તે બરોડામાં પોતાનો મત આપ્યો હતો. તે અહીંથી કોંગ્રેસના ઉમેદવાર ક્રિષ્ના હૂડા સામે લડી રહ્યા છે.

મહત્વનું છે કે, હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સોમવારે રાજ્યના 1.83 કરોડ મતદારો એક હજાર 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 24 ઓક્ટોબરે મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.