United Nations/ ભારતે સંયુકત રાષ્ટ્રમાં 26/11 આતંકવાદીઓ વિશે ઉઠાવ્યા સવાલ, પ્રતિબંધ મામલે કહી આ વાત…

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી પાછલા વર્ષોમાં તેના ગુનેગારો અને કાવતરાખોરો પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો રાજકીય કારણોસર અવરોધાયા હતા

Top Stories India
2 5 8 ભારતે સંયુકત રાષ્ટ્રમાં 26/11 આતંકવાદીઓ વિશે ઉઠાવ્યા સવાલ, પ્રતિબંધ મામલે કહી આ વાત...

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી પાછલા વર્ષોમાં તેના ગુનેગારો અને કાવતરાખોરો પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો રાજકીય કારણોસર અવરોધાયા હતા. આનાથી આ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને મુક્તપણે ફરવા અને ભારત વિરુદ્ધ સીમાપારથી હુમલા ચાલુ રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે ગુરુવારે કહ્યું હતું કે એશિયા અને આફ્રિકાના આતંકવાદી સંગઠનો, ખાસ કરીને આતંકવાદી સંગઠનો IS અને અલ કાયદા સાથે જોડાયેલા, નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવાનું ચાલુ રાખે છે. આતંકવાદના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે.

સુરક્ષા પરિષદની સમિતિ ના અધ્યક્ષ કંબોજે સંયુક્ત વાટાઘાટોમાં જણાવ્યું હતું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે નવેમ્બર 2008માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા દસ આતંકવાદીઓ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને ચાર દિવસ સુધી શહેરમાં નરસંહાર કર્યો હતો. જેમાં 166 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા”આ આતંકવાદી હુમલાના ગુનેગારો અને સહાયકોને પ્રતિબંધિત કરવાના અમારા પ્રયાસોને ભૂતકાળમાં રાજકીય કારણોસર અવરોધિત કરવામાં આવ્યા છે