Not Set/ વાંચો શા માટે અમેરિકામાં કરણને ગરબા વેન્યુમાંથી કાઢી મુક્યો બહાર

નવી દિલ્લી અમેરિકામાં ભારતીયો સાથે ભેદભાવના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ જ અમેરિકા દ્વારા એક ગુજરાતીના અપમાનનો મામલો સામે આવ્યો છે. વડોદરાના વૈજ્ઞાનિક કરણ જાનીને ગરબાના વેન્યુમાંથી એટલે બહાર નીકાળી દીધો હતો કારણ કે તેના મિત્રોની અટક ગુજરાતી જેવી નહતી. આ મામલે કરણે ટ્વીટ કર્યું હતું. My Konkani friend who came to Garba […]

World Trending
maxresdefault 9 વાંચો શા માટે અમેરિકામાં કરણને ગરબા વેન્યુમાંથી કાઢી મુક્યો બહાર

નવી દિલ્લી

અમેરિકામાં ભારતીયો સાથે ભેદભાવના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ જ અમેરિકા દ્વારા એક ગુજરાતીના અપમાનનો મામલો સામે આવ્યો છે. વડોદરાના વૈજ્ઞાનિક કરણ જાનીને ગરબાના વેન્યુમાંથી એટલે બહાર નીકાળી દીધો હતો કારણ કે તેના મિત્રોની અટક ગુજરાતી જેવી નહતી.

આ મામલે કરણે ટ્વીટ કર્યું હતું.

૨૯ વર્ષીય કરણ વસ્ર્હ ૨૦૧૬થી અમેરિકાની એક કંપનીમાં કામ કરે છે. આ કંપનીએ ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ કરી હતી.

કરણે કહ્યું હતું કે તેઓ છેલ્લા ૬ વર્ષથી તે જ ગરબા વેન્યુમાં જાય છે અને તેમને આવી કોઈ તકલીફ અત્યાર સુધી થઇ નહતી. કરણે શ્રી શક્તિ મંદિરના આયોજક પર આરોપ લગાવ્યો છે કે તેઓએ સરખી વાત સાંભળી નહતી અને અંદર આવવાની મનાઈ કરી દીધી હતી. જે સમયે કરણને ભાર નીકળી દેવામાં આવ્યા હત તે દરમ્યાન તેના આંખમાં આંસુ આવી ગયા હતા.

ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમ્યાન કરણના પિતાએ કહ્યું કે આયોજકોએ તેને રોક્યો અને કહ્યું હતું કે હિંદુ જેવો નથી લાગી રહ્યો.