અમરેલી/ સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

સાવરકુંડલા શહેરમાં છેલ્લા 100 વર્ષથી ઇંગોરિયાની રમત રમાય છે. તદ્દન હર્બલ અને નિર્દોષતાથી આ રમત રમવામાં આવે છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 13T123739.856 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

@પરેશ પરમાર

Amreli News: દિવાળીના પાવન તહેવારની ઉજવણી લોકો નતનવીન રીતે કરતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી વર્ષોથી અલગ રીતે કરાય છે. આમને સામને ઇગોરીયા યુદ્ધ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. સો વર્ષથી ઇંગોરીયા યુદ્ધની પરંપરા ચાલી રહી છે.ચુસ્ત પોલીસ બંધોબસ્ત, ફાયર વિભાગ અને આરોગ્યની ટિમ સહિતના કાફલા વચ્ચે આ ઈંગોરીયા યુદ્ધની રમત રમાય છે. ત્યારે જોઈએ વર્ષોથી ચાલી આવતી ઇગોરીયા યુદ્ધની રમત…

Untitled 13 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

સાવરકુંડલા શહેરમાં છેલ્લા 100 વર્ષથી ઇંગોરિયાની રમત રમાય છે. તદ્દન હર્બલ અને નિર્દોષતાથી આ રમત રમવામાં આવે છે. આ રમતમાં દિવાળીની દિવસે રાત્રે 10:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી આ રમત શહેરના દેવળા ગેઇટ અને નાવલી ચોકમાં રમવામાં આવે છે. સળગતા ઇગોરીયા એકબીજા ગ્રુપની માથે ફેકવાની આ રમત છે જોકે અત્યાર સુધીમાં આ રમતમાં કોઈ જાનહાનિ કે થઇ નથી એ રમતની વિશેષતા છે.

Untitled 14 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

ત્યારે સાવરકુંડલા શહેરમાં ત્રીજી પેઢીથી આ રમત રમાય છે.વર્ષો પહેલા સાવર અને કુંડલા બન્ને વિસ્તારના લોકો આમને સાંમને ઈંગોરીયા ફેકીને રમત રમતા એ પરંપરા આજની તારીખે જળવાઈ રહી છે.હાલમાં સાવર કુંડલા બન્ને વિસ્તાર એક થઈ જતા અહીંના લોકોએ દિવાળીની રાત્રીના ઇગોરીયા યુદ્ધની રમત હાલમાં રમે છે. અને એ રમતને જોવા માતે લોકો દૂર દૂર થી સ્થાનિકોના ઘરે મહેમાનો બને છે અને રમતનો આનંદ ઉઠાવે છે.

Untitled 15 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

સાવરકુંડલા શહેરની ઇંગોરિયાની આ રમતને નિહાળવા અને અનુભૂતિ કરવા સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા હતા.જોકે ઇગોરીયાની જગ્યાએ હવે કોકડાએ સ્થાન લીધું છે..અને એ અનુભૂતિ કરવા માટે શહેરના નવનિયુક્ત ધારાસભ્ય મહેશ કસવાળાની ઇગોરીયા યુદ્ધ રમતની અનુભૂતિ લઇ પોતે પણ આ રમતમાં ભાગ લીધો હતો. સામાન્ય વ્યક્તિની જેમ લોકોની વચ્ચે ધારાસભ્ય પણ રમ્યા હતા.

Untitled 16 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

સાવરકુંડલા શહેરમા ઈંગોરીયા કોકડાના યુદ્ધની રમત જોખમી નથી હર્બલ છે.અને લોકો ભાઈચારાના ભાવથી રમત રમે છે. કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો 100 ઉપરાંત પોલીસ કરમી બે પીએસઆઇ એક પી.આઈ સહિત પોલીસનો કાફલો સમગ્ર શહેરના દેવડા ગેટ મણીભાઈ ચોક અને નાવલી ચોકી આસપાસ ગોઠવી દેવામાં આવ્યો હતો.ફાયર ફાઈટર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મેડિકલ ટીમ પણ તેનાત કરવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલાય વર્ષથી કોઈ મોટી ઘટના કે ગંભીર ઈજા પહોંચવા ના પ્રસંગો બન્યા નથી એ આ રમતની વિશેષતા છે.

Untitled 17 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

સાવરકુંડલાની આગવી ઓળખ ઉભી કરનારી ઇગોરીયાની લડાઈ યુક્રેન રશિયા અને ઇઝરાયેલ હમાસ યુદ્ધ પછી વધુ પ્રસિદ્ધ થઈ છે. આ રમતને જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. આશરે ત્રણ લાખ ઉપરાંત સળગતા ઇંગોરિયાને કોકડાનો આ વર્ષે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ઇગોરીયા કોકડા બનાવવાનો ગૃહ ઉદ્યોગ બની ગયો છે.અને સાવરકુંડલા વાસીઓ પોતે જ ઇગોરીયાના ફટાસ્કડા બનાવે છે અને સ્થાનિકોમાં વહેંચે છે અને રમત રમાય છે.


whatsapp ad White Font big size 2 4 સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ


આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ