Not Set/ ઇન્ટરપોલે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી વિરુદ્ધ જાહેર કરી રેડ કોર્નર નોટીસ

પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસીને પકડવા માટેનાં પ્રયાસોમાં ભારત સરકાર લાગી ગઈ હતી. CBIની ખાસ વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા આજે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી વિરુદ્ધ ‘રેડ કોર્નર નોટીસ’ જાહેર કરવામાં આવી છે. ઇન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલી રેડ કોર્નર નોટીસનો મતલબ છે, જે વ્યક્તિ વિરુદ્ધ નોટીસ જાહેર થઇ છે એ ક્યાં છે […]

Top Stories Business
MehulChoksibig ઇન્ટરપોલે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી વિરુદ્ધ જાહેર કરી રેડ કોર્નર નોટીસ

પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસીને પકડવા માટેનાં પ્રયાસોમાં ભારત સરકાર લાગી ગઈ હતી. CBIની ખાસ વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા આજે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી વિરુદ્ધ ‘રેડ કોર્નર નોટીસ’ જાહેર કરવામાં આવી છે.

ઇન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલી રેડ કોર્નર નોટીસનો મતલબ છે, જે વ્યક્તિ વિરુદ્ધ નોટીસ જાહેર થઇ છે એ ક્યાં છે એને શોધીને એની ધરપકડ કરીને સત્તાધીશોને સોપી દેવાનાં. મેમ્બર કન્ટ્રીની વિનંતી બાદ યોગ્ય નેશનલ અરેસ્ટ વોરંટનાં આધારે ઇન્ટરપોલ આરોપી વિરુદ્ધ આ રેડ કોર્નર નોટીસ જાહેર કરે છે.

આ પહેલાં નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર થઇ ગઈ હતી.

red notice 660 070218020532 ઇન્ટરપોલે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી વિરુદ્ધ જાહેર કરી રેડ કોર્નર નોટીસ
File Photo

સ્વાભાવિક છે કે CBI મેહુલ ચોકસીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. પંજાબ નેશનલ બેંકનાં 13,000 કરોડથી વધુ નાણાં ચાઉં કરી જનાર મેહુલ ચોક્સી ભારત દેશ છોડીને ભાગી ગયાં છે. એમણે એન્ટીગુઆની નાગરિકતા મેળવી લીધી હતી.