israel hamas war/ ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે ઈરાને આપી ચેતવણી,”હિઝબુલ્લાહ યુદ્ધમાં જોડાશે તો…”

ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયાને ઈઝરાયલને ગાઝા પર તેના હુમલા બંધ કરવા આહ્વાન કર્યું છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 14T191129.586 ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે ઈરાને આપી ચેતવણી,"હિઝબુલ્લાહ યુદ્ધમાં જોડાશે તો..."

ઈઝરાયલ-હમાસ વચ્ચે એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયાને ઈઝરાયલને ગાઝા પર તેના હુમલા બંધ કરવા આહ્વાન કર્યું છે. તેમણે ઈઝરાયલને ચેતવણી આપી છે કે જો લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહ યુદ્ધમાં જોડાશે, તો આ યુદ્ધ મધ્ય પૂર્વના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે, જેના કારણે ઈઝરાયલને પરિણામ ભોગવવા પડશે.

ઈઝરાયલે ગાઝા પરના હુમલા જલ્દી બંધ કરવા જોઈએ – ઈરાની વિદેશ મંત્રી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીરાબ્દોલ્લાહિયાને શનિવારે પોતાના નિવેદનમાં કહ્યું,હિઝબુલ્લાએ આ યુદ્ધના તમામ દૃશ્યોને ધ્યાનમાં લીધા છે, જેને ધ્યાનમાં રાખીને ઈઝરાયલને ગાઝા પટ્ટી પર તેના હુમલાઓ જલ્દી બંધ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, તેલ અવીવે હિઝબોલ્લાહને તેના સૌથી ગંભીર તાત્કાલિક જોખમને ધ્યાનમાં લેવું જોઈએ. અને ચેતવણી આપી કે જો હિઝબોલ્લાહ આ યુદ્ધમાં પ્રવેશ કરશે તો ઇઝરાયલને મોટું નુકસાન થઈ શકે છે.

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું-‘હિઝબુલ્લાના નેતા સાથે વાત કરી’

ઈરાનના વિદેશ પ્રધાન અમીરાબ્દોલ્લાહિયાને જણાવ્યું હતું કે તેઓ હિઝબોલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહ સાથે મળ્યા હતા, જેમણે તેમને લેબનોનમાં જૂથની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું, હું હિઝબોલ્લાહે બનાવેલા દૃશ્યોથી વાકેફ છું અને યુદ્ધનો બદલો લેવા હિઝબુલ્લાહ જે પણ પગલાં લેશે તેનાથી ઝિઓનિઝમમાં ભારે હોબાળો થશે. તમણે કહ્યું કે,હું યુદ્ધને સમર્થન આપનારાઓને અગાઉથી ચેતવણી આપું છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલી સેનાએ કહ્યું કે તેણે લેબોનોન સરહદ પર ઈઝરાયલના ડ્રોન હુમલામાં એક મિસાઈલને તોડી પાડી છે. ઈઝરાયલનો અંદાજ છે કે હિઝબોલ્લાહ પાસે લગભગ 1.5 મિલિયન રોકેટ અને મિસાઈલ છે, જે ઈઝરાયલમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. હિઝબુલ્લાહનો દાવો છે કે તેના લડવૈયાઓએ સરહદ પરની 4 ઈઝરાયલની જગ્યાઓ પર અનેક રોકેટ છોડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે ઈરાને આપી ચેતવણી,"હિઝબુલ્લાહ યુદ્ધમાં જોડાશે તો..."


આ પણ વાંચો: World Cup 2023 LIVE/ ભારતે 12મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 88 રન કર્યા

આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક, હમાસનો કમાન્ડર અબુ મુરાદ ઠાર

આ પણ વાંચો: IND VS PAK/ વિરાટ કોહલી- રોહિત શર્માનો અનુભવ બાબર એન્ડ કંપની કરતા પણ વધારે છે, પહેલીવાર આવી પાકિસ્તાની