અમદાવાદ/ આ તે કેવો પુત્ર મોહ કે પુત્રીનું ગળું દબાવી પિતાએ જ કરી હત્યા

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રની લાલસામાં પિતાએ પાંચ મહિનાની બાળકીની હત્યા કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. 

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 7 3 આ તે કેવો પુત્ર મોહ કે પુત્રીનું ગળું દબાવી પિતાએ જ કરી હત્યા
  • અમદાવાદમાં પિતા બન્યો પુત્રીનો હત્યારો
  • 5 માસની પુત્રીનું ગળું અને મોં દબાવી હત્યા
  • શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી
  • શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Ahmedabad News: આજના આધુનિક જમાનામાં પણ લોકોનો પુત્ર છુટતો નથી, આજે દિકરીએ આકાશને આંબે રહી છે. દિકરો-દિકરી એકસમાનની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બધાની વચ્ચે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રની લાલસામાં પાંચ મહિનાની બાળકીની હત્યા કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના ગોમતીપુરમાં રહેતા અંસાર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. પુત્રની જગ્યાએ પુત્રી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો. તેને ધંધા પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું તથા પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. અંસારને મગજની દવા પણ ચાલુ હતી.

ગઈકાલે રાતે પત્નીને પેટમાં દુખતા અંસાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ હતી. બાળકી આ દરમિયાન રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ચૂપ ના થતાં તે બાળકીને લઈને રિક્ષા પાસે ગયો હતો. રિક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યા છતાં બાળકી ચૂપ ના થતાં અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું, જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી.

બાળકીની સ્થિતિ જોઈને અંસાર તેને લઈને રિક્ષામાં બેસાડી વોરાના રોઝા પાસે લઈ ગયો હતો. ત્યાં બાળકીના મોઢા પર પાણી છાંટી ઉઠાડવા પ્રયત્ન કર્યો, પરંતુ બાળકી ઉઠી નહોતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને શંકા જતા બંનેને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને અંસારની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ

આ પણ વાંચો:સ્કૂલમાંથી ગુલ્લી મારીને ઉકાઈ ડેમમાં ન્હાવા પડેલા બે બાળકોના કરૂણ મોત

આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા