jabalpur/ સગીર દિકરીએ જ પિતા અને ભાઈની હત્યા કરી હતી

જબલપુરના ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો

Others Top Stories
YouTube Thumbnail 13 2 સગીર દિકરીએ જ પિતા અને ભાઈની હત્યા કરી હતી

 

Gujarat News : જબલપુરમાં રેલ્વેના અધિકારી અને તેમના દિકરાની હત્યામાં હજી હત્યારા તો પોલીસને હાથે ઝડપાયા નથી પરંતુ આ કેસની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. રેલ્વે પોલીસ અધિકારીની ગૂંમ થયેલી દિકરીની કોલ ડિટેલમાં જાણવા મળ્યું હતું કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે મળીને આ કૂત્ય કર્યું હતું. તેણે પોતાના પાડોશી મિત્ર સાથે મળીને છેલ્લા છ મહિનાથી આ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. તપાસમાં તેનું લોકેશન પૂણે મળ્યું હોવાનું પોલીસે કહ્યું હતું.

જબલપુરના રેલ્વે કર્મચારી રાજકુમાર વિશ્વકર્મા અને તેમના 8 વર્ષના દિકરા તનિષ્કની હત્યાના કેસમાં પોલીસે રાજકુમારની સગીર દિકરી અને તેના બોયફ્રેન્ડ મુકુલ સિંહની શોધ હાથ ધરી છે. હત્યા બાદ ફરાર થતા પહેલા બન્નેએ તેમના મોબાઈલ ઘરમાં જ છોડી દીધા હતા. જ્યારે સગીરા તેની માતાનો ફોન લઈને નીકળી ગઈ હતી. આથી પોલીસ તેમનું લોકેશન શોધી ન શકે. પોલીસે બન્નેના ઘરમાંથી તેમના મોબાઈલ કબજે કર્યા હતા. સગીરાના મોબાઈલ ફોનના સીડીઆરને આધારે તપાસ કરતા તે છેલ્લા છ મહિનાથી હત્યાનું કાવતરૂ ઘડી રહી હોવાનું બહાર આવ્યું હતું.

ગયા વર્ષે મુકુલ તેની આ સગીરા ફ્રેન્ડને લઈને ભોપાલ ભાગી ગયો હતો. તે સમયે પોલીસે બન્નેને ઝડપી લીધા હતા. આથી સગીરાના પિતાએ મુકુલ વિરૂધ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. બાદમાં દિકરીને પોતાના મોટા ભાઈને ઘરે મોકલી દીધી હતી. જોકે મોબાઈલ દિકરી પાસે જ રહી ગયો હતો જેનાથી તે મુકુલના સંપર્કમાં રહેતી હતી.

મુકુલ જેલમાંથી બહાર આવતા જ તેમમે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું હતું. હત્યા અગાઉ સગીરા ધો.10 ની પરીક્ષા માટે પીપરીયાથી જબલપુર આવી હતી. અહીં આવ્યા ત્યારે જ તેણે ફીથી પીપરીયા ન જવાનું નક્કી કરી લીધું હતું. તેના પિતા પરીક્ષા બાદ ફરીથી પીપરીયા મોકલવા માંગતા હતા. આથી દિકરીએ તેના બોયપ્રેન્ડ સાથે મળીને પિતા અને ભાઈની હત્યાનું કાવતરૂ ઘડી કાઢ્યું હતું.

આ હત્યાકાંડની તપાસમાં પોલીસને બન્નેનું લોકેશન મધ્યપ્રદેશની બહાર મળ્યું હતું. તે સિવાય પલીસને કોલોનીના જે સીસીટીવી ફૂટેજ મલ્યા છે તેમાં હત્યાકાંડની રાક્ત્રે ગેસ સિલીન્ડર, કટર, ગ્લોવ્ઝ વગેરે સાથે મુકુલ કોલોનીમાં ફરતો દેખાયો હતો. જેનાથી તેણે હત્યાનું કાવતરૂ પહેલેથી જ ઘડી કાઢ્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં તો બન્નેનું લોકેશન પૂણેમાં મળ્યું છે. સગીરાએ તેના એટીએમ કાર્ડનો પણ ઉપયોગ કર્યો છે. જેને આધારે પોલીસને તેના લોકેશનનો પત્તો મળ્યો હતો.

15 માર્ચના રોજ પીપરીયામાં રહેતી સગીરાની પિતરાઈ બહેન આરતીને વોટ્સએપ પર ઓડિયો મેસેજ આવ્યો હતો. આ મેસેજ સગીરાએ જબલપુરથી મોકલ્યો હતો. જેમાં તેણે તેના પિતા અને ભાઈની હત્યા કરી નાંખી છે અને બન્નેની લાશ ઘરમાં પડી છે.

ગભરાયેલી આરતીએ આ ગે તેના પિતાને જાણ કરી હતી. તેમણે જબલપુરમાં તેમના ઓળખીતાને આ ગે વાત કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે જઈને જોયું ઘરનો દરવાજો બંધ હતો. પોલીસે અંદર જઈને તપાસ કરતા રાજકુમારનો લોહીથી લથબથ મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેમના દિકરાનો મૃતદેહ ફ્રીજમાંથી મળી આવ્યો હતો. રાજકુમારની પત્નીનું અગાઉ 2023માં બિમારીને કારણે મોત નીપજ્યુ હતું. ઘરમાં રાજકુમાર તેમનો દિકરો સગીર દિકરી જ રહેતા હતા. સગીર દિકરી ગુમ હોવાથી પોલીસને તેની પર શંકા ગઈ હતી અને તપાસમાં તે તેના બોયફ્રેન્ડ સાથે બાગી ગઈ હોવાનું બહાર આવ્યું હતું.

મુકુલ અને રાજકુમારની સગીર દિકરી એકબીજાને પ્રેમ કરતા હતા. જેની જાણ પુતા રાજકુમારને થઈ જતા તેમણે દિકરીના માધ્યમથી મુકુલ સામે ફરિયાદ કરી તેને જેલ ભેગો કરાવ્યો હતો. જેને કારણે અંતે મુકુલ અને સગીરાએ તેના પિતા અને ભાઈની હત્યા કરી નાંખી હતી. હાલમાં પોલીસ બન્ને આરોપીની શોધ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ