ગુજરાત/ 7 જૂને ભગાવન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા

શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રા પહેલા 7 જૂનના રોજ શહેરમાં જળયાત્રા યોજાશે. જળયાત્રાને લઈ મંદિર પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 31T133516.043 7 જૂને ભગાવન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા

અમદાવાદ : શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રા પહેલા 7 જૂનના રોજ શહેરમાં જળયાત્રા યોજાશે. જળયાત્રાને લઈ મંદિર પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ પણ શહેરમાં રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રાને લઈને બંદોબસ્તમાં વ્યસ્ત છે. સુરક્ષાને લઈને પોલીસ મંદિરની આસપાસની તમામ હોટલોનું ચેકિંગ કરશે.

જળયાત્રાનું અનોખું મહત્વ છે. જળયાત્રામાં પ્રસિદ્ધ અને આદરણીય વ્યક્તિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે છે. કહી શકાય કે રથયાત્રાના પ્રથમ પડાવ જળયાત્રા છે. જળયાત્રામાં 108 જેટલા કળશ લઈ નદી કિનારે ભગવાનને બળદગાડામાં તૈયાર કરીને લઈ જવાય છે. ત્યારબાદ આ તમામ કળશમાં નદીનું જળભરવામાં આવે છે. અને પછી આ જળની પૂજા કરાય છે. જેના બાદ નદીના જળ ભરેલ 108 કળશને મંદિરમાં ભગવાનના સન્મુખ લાવવામાં આવે છે. અને પછી જ ભગવાન જગન્નાથજીની જયેષ્ઠાભિષક વિધિનો પ્રારંભ કરાય છે. જેમાં શંખથી ભગવાન પર અભિષેક કરાય છે. કહી શકાય કે ગરમીમાં રાહત મેળવવા ભગવાન પર આ જળાભિષેક થાય છે.

હિંદુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની શુકલ પક્ષની દ્વિતિય તિથિ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરમાં ભ્રમણ કરવા નીકળે છે. આ વર્ષે 7 જૂનના રોજ અમદાવાદમાં રથયાત્રા વાજતે-ગાજતે નગરમાં નીકળશે. આ ખાસ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળે છે. અષાઢી બીજના દિવસે ભગવાન મંદિર છોડી ભક્તોને મળવા નીકળે છે. શહેરમાં નીકળતી સુપ્રસિદ્ધ રથયાત્રાની ઉજવણીમાં લાખો ભક્તો ભાગ લેતા હોય છે. આથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં લાગી છે. શહેર પોલીસ રથયાત્રાને લઈને વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે. રથયાત્રાની સુરક્ષાને લઈને ક્રાઈમ બ્રાન્ચ પણ અનેક સ્થાનો પર ચેકિંગ કરશે. આ ઉપરાંત નિયમોના પાલનને પોલીસે ચકાસણી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા

આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?