Not Set/ પાર્ટી નક્કી કરશે તો હું લોકસભાની ચૂંટણી પણ લડીશ: રીવાબા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા હવે રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે. જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે કૃષિપ્રધાન આર સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. મંતવ્ય ન્યુઝ સાથે કરેલી વાતમાં રીવાબાએ કહ્યું કે, જો પાર્ટી નક્કી કરશે તો હું લોકસભાની ચૂંટણી પણ લડીશ. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની […]

Gujarat Others
Rivaba jadeja joins bjp પાર્ટી નક્કી કરશે તો હું લોકસભાની ચૂંટણી પણ લડીશ: રીવાબા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા હવે રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે. જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે કૃષિપ્રધાન આર સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. મંતવ્ય ન્યુઝ સાથે કરેલી વાતમાં રીવાબાએ કહ્યું કે, જો પાર્ટી નક્કી કરશે તો હું લોકસભાની ચૂંટણી પણ લડીશ.

Image
જામનગર: કિર્કેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમા જોડાયા.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ગુજરાત કરણી સેના મહિલા અધ્યક્ષ છે. મહત્વનું છે કે, રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાને રીવાબાને કહ્યું હતું કે, ‘રાજકારણમાં સારા લોકોનુ જરૂર છે. બસ આ વાત રીવાબા જાડેજાને ક્લિક કરી ગઈ અને ભાજપમાં જોડાઈ ગયાં. હાલ તો રીવાબા એક કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાયા છે. જો પાર્ટી કોઈ તક આપશે તો ચૂંટણી લડવાનું પણ સ્વીકારશે. આ પ્રસંગે સાંસદ પુનમ માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા તેમજ શહેર પ્રમુખ હસમુખ હિંડોસા ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વનું છે કે, આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યાં છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જ રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે જેને લઈને રાજકારણ માં આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે