Not Set/ જ્યંતી ભાનુશાલી કેસ/ અરોપીની 12 દિવસનાં રિમાન્ડ મંજુર, કોણ આપતુ હતું પૈસા અને મદદ??

ગુજરાતમાં હાહકાર મચાવનાર અને બહુચર્ચીત કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની 10 માસ પૂર્વે ચાલુ ટ્રેનમાં બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા નિપજાવવાનાં કેસમાં છબીલ પટેલ, જ્યંતી ઠક્કર ડુમરાવાળાની ધરપકડ તો થઈ ગઈ હતી. પણ મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ છેલ્લા 10 માસથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. ત્યારે ગુજરાત પોલીસે અલ્હાબાદમાંથી બંને આરોપીની […]

Gujarat Others
BJP leader Jayanti Bhanushali in underground, came out with a relationship with another girl

ગુજરાતમાં હાહકાર મચાવનાર અને બહુચર્ચીત કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની 10 માસ પૂર્વે ચાલુ ટ્રેનમાં બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા નિપજાવવાનાં કેસમાં છબીલ પટેલ, જ્યંતી ઠક્કર ડુમરાવાળાની ધરપકડ તો થઈ ગઈ હતી. પણ મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ છેલ્લા 10 માસથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. ત્યારે ગુજરાત પોલીસે અલ્હાબાદમાંથી બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેથી કોર્ટે સુનાવણી બાદ કેસની સ્થિતિ જોતા 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ તા. 20 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રિમાન્ડમાં પૂછતાછ દરમિયાન નવા રહસ્યો ખુલવાની શક્યતા છે.

મહત્વનું છે કે મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ જુદા જુદા સ્થળોએ વેશ બદલીને છુપાઈને ફરતા હતા અને તેણે આ 10 માસમાં 10 લાખ રૂપીયા પણ વાપર્યા હતા. હવે સવાલ એ છે કે, મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને ભાગેડું હતા તો પણ રૂપિયા કોણ પહોંચાડતું હતું. અને ક્યાં મનસૂબાના આધારે કાવતરું રચિને જયંતી ભાનુશાલીની હત્યા કરી હતી. આ તમામ મુદ્દાઓ પરથી હવે ટૂંક સમયમાં પડદો ઉચકાઈ જશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.