Not Set/ આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…

રોડ અકસ્માતમાં ડાબા હાથનું કાંડુ ગુમાવતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ.  પરતું એ પરિસ્થિતિમાંથી બાબુભાઈ બહાર આવીને પોતાની મહેનતથી તેમની પત્ની સહિત પોતાના 4 સંતાનોને આગળ લાવ્યા

Top Stories Gujarat Others Trending
club doot1 આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે...

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને જેતપુરમાં રહેતા એક પરિવારના મોભીએ સાર્થક કરી છે.  જેણે પોતાના શરીરનો મહત્વનો અંગ ગુમાવ્યા બાદ પણ હતાશ થયા વગર એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

club doot1 1 આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે...

  • ન નડી સમાજની શરમ
  • ન આવી દુનિયાની લાજ
  • બસ દેખાયા તો માત્ર 4 સંતાન
  • દિવ્યાંગ બન્યા બાદ પણ થયા આત્મનિર્ભર

આજે આપણે અહીં જેતપુર તાલુકામાં રહેતા પરમાર પરિવારના મોભીની વાત કરવા જઇ રહ્યા છીએ. આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતે દિવ્યાંગ છે. છતાં પણ પોતાની હિંમત અને ઘર ચલાવવાની જવાબદારીને માથે લઇ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આત્મનિર્ભર બન્યાં છે. અને  બુટ ચપ્પલ રીપેરીંગ કરી પરિવારનું ભરણ પોષણ કર્યું. દુનિયાની આશા અપેક્ષાઓ છોડી પોતાની મહેનત થકી કઈ રીતે આગળ વધવું બસ એજ આશાથી તેમણે પોતાનું જ કરવાનું ઈચ્છા રાખી. જેથી કરીને તેમણે કોઈ કામ નાનું કે મોટું છે તે સમજ્યા વગર મોચી કામ શરૂ કર્યું. અકસ્માતમાં હાથ ગુમાવ્યા બાદ પણ હિંમત હાર્યા વગર પોતાની મહેનતથી પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું.

jetpur 3 આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે...

જેતપુરના સરદાર ગાર્ડનની દીવાલની ઓથ નીચે બુટ ચપ્પલ રીપેરીંગ કામ કરતા બાબુભાઇ પરમાર વીસ વર્ષ પહેલાં પોતાની રીતે મજૂરી કામ કરવા સક્ષમ હતા. કુદરતની કઠિનતા તો જુઓ રોડ અકસ્માતમાં ડાબા હાથનું કાંડુ ગુમાવતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ.  પરતું એ પરિસ્થિતિમાંથી બાબુભાઈ બહાર આવીને પોતાની મહેનતથી તેમની પત્ની સહિત પોતાના 4 સંતાનોને આગળ લાવ્યા.

jetpur આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે...

એક દિવ્યાંગ યુવકે પોતાના શરીરની પરવા કર્યા વગર પરિવારની જવાબદારીને પૂરી કરવા છેલ્લા 21 વર્ષથી મોચી કામ કરી રહ્યાં છે. છેલ્લા 21 વર્ષથી દિવ્યાંગ બન્યા બાદ આ દુનિયામાં એક ચટ્ટાન બની મુકાબલો કરી રહ્યાં છે.પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરે છે..

સુરત / સવાણી પરિવાર પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરાવશે લગ્ન

શેરબજાર / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 764 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ફરી 17200 ની નીચે ગબડ્યો

હિન્દુ ધર્મ / લગ્ન દરમિયાન વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હળદર ? જાણો શું છે આ પરંપરાનું કારણ

આસ્થા / આપણે પાછલા જન્મની વાતો કેમ ભૂલી જઈએ છીએ… આ છે કારણો છે

વાસ્તુ ટિપ્સઃ /  ઘરમાં લક્ષ્મી નથી ટકતી કે પછી પ્રગતિમાં મુશ્કેલી આવે છે, તો ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ