ગુજરાત/ ઓક્સિજન સિલિન્ડર રેગ્યુલૅટરનાં ઉત્પાદન માટે સુરેન્દ્રનગરનાં ઉદ્યોગકારો દ્વારા હાથ ધરાયો સંયુક્ત પ્રયાસ

હાલમાં કોરોના ને લીધે સર્જાયેલી પરિસ્થિતિ માં ઓક્સિજન ના સિલિન્ડર સાથે ઓક્સિજન સિલિન્ડર ના ફલૉ રેગ્યુલૅટર વાલ્વ ની ખુબ જ તંગી છે.

Gujarat Others
cartoon 18 ઓક્સિજન સિલિન્ડર રેગ્યુલૅટરનાં ઉત્પાદન માટે સુરેન્દ્રનગરનાં ઉદ્યોગકારો દ્વારા હાથ ધરાયો સંયુક્ત પ્રયાસ

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

દેશમાં આજે કોરોનાનાં કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. વળી રેમડેસિવિર બાદ હવે ઓક્સિજનની અછતે લોકોમાં એક ફફડાટ પૈદા કરી છે. આ વચ્ચે ઘણા લોકો આ અછતને પૂરી પાડવાના પ્રયાસમાં વ્યસ્ત બન્યા છે. જણાવી દઇએ કે, હાલમાં કોરોનાને લીધે સર્જાયેલી પરિસ્થિતિમાં ઓક્સિજનનાં સિલિન્ડર સાથે ઓક્સિજન સિલિન્ડરનાં ફલૉ રેગ્યુલૅટર વાલ્વની ખુબ જ તંગી છે. ત્યારે સુરેન્દ્રનગરનાં ઉદ્યોગકારોએ આ માટે સંયુક્ત પ્રયાસ હાથ ધર્યા છે. અને આ ફલૉ રેગ્યુલૅટર વાલ્વ કોરોનાનાં દર્દીઓને ઝડપી અને સસ્તા દરે મળી રહે એવા હેતુથી રેગ્યુલટેરનું ઉત્પાદન સ્થાનિક કક્ષાએથી કરવાનો પ્રયાસ આદર્યો છે.

મોટા સમાચાર / દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન

આ ઓક્સિજન ફલૉ રેગ્યુલૅટર વાલ્વ નું ઉત્પાદન કરી ને કોરોના ના દર્દીઓ ને આ ફલૉ રેગ્યુલૅટર વાલ્વ થકી ઓક્સિજન આપવા માં આવી રહ્યો છે. જો આમાં સફ્ળતા મળશે તો ઉત્પાદન સુરેન્દ્રનગર માં કરી લોક સેવા ની ભાવના થી ઝડપી અને સસ્તા દરે regulator valve જરૂરિયાત મંદ તમામને મળી રહે એવા પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસ માં વઢવાણ ઇન્ડ એસોસીએસન ના સુમિતભાઈ પટેલ, મિતુલભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ઝાલાવાડ ફૅડરેશન ના કિશોરસિંહ ઝાલા, સાગરભાઈ શાહ, ઝાલાવાડ ચૅમ્બર્સ ના હેમલભાઈ શાહ વગેરે દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે.

જાગ્યા ત્યારથી સવાર / હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ

ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસનાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વનાં કોઈ પણ દેશમાં આટલો મોટો આંક એક દિવસમાં આવ્યો નથી. ફરી એક વખત બે લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. દેશમાં 3.49 લાખ કેસ નોંધાયા છે અને 2,760 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં 7500 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાગ્રસ્તની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. આ સાથે, કોરોના સંક્રમણનો કુલ આંક વધીને 1,66,10,481 થયો, જ્યારે સક્રિય કેસની સંખ્યા 25 લાખને વટાવી ગઈ છે.

Untitled 42 ઓક્સિજન સિલિન્ડર રેગ્યુલૅટરનાં ઉત્પાદન માટે સુરેન્દ્રનગરનાં ઉદ્યોગકારો દ્વારા હાથ ધરાયો સંયુક્ત પ્રયાસ