જુનાગઢ/ કેશોદમાં આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના માલિક પાસેથી 13 લાખ રૂપિયા લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 03T122202.468 કેશોદમાં આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Junagadh News: કેશોદમાં આંગડિયા પેઢીના વેપારી સાથે લૂંટ થઇ હોવાનું સામે આવ્યું છે. અહીં ધોળાદિવસે 13લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થતા લૂંટારા CCTVમાં કેદ થયા છે. શહેરની મધ્યમાં આવેલા જલારામ મંદિર પાસે આંગડિયા પેઢીના વેપારી પાસેથી બેગની લૂંટ કરીને લૂંટારુઓ ટુ-વ્હીલર પર ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના માલિક પાસેથી 13 લાખ રૂપિયા લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. ગડુ ખાતે વી. પટેલ નામની આંગડિયા પેઢી ચલાવતા પ્રફુલ ગોટેચા સાથે લૂંટની ઘટના બની. એક્ટિવા પર આવેલા શખ્સો થેલો ઝૂંટવી નાસતા CCTVમાં કેદ થયા હતા. મહત્વનું છે કે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ દિવસોમાં લૂંટના બનાવોમાં વધારો થયો છે. રોજેરોજ લોકોને લૂંટતા અસામાજિક તત્વોનો જુસ્સો સાતમા આસમાને હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ તત્વો તેમના ગુનાઓથી પોલીસને પડકાર ફેંકતા હોય છે પરંતુ પોલીસ આવા તત્વો સામે કેવી રીતે કાયદાનો સકંજો કસે છે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 કેશોદમાં આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ