Not Set/ ચૂંટણી આવે એટલે કોરોના ના આંકડા ઘટી જાય છે આ સમજાતું નથી : પૂર્વ સચિવ કે. જી. વણઝારા

રાજ્યના પૂર્વ સચિવ અને હાલ સુપ્રિમકોર્ટના વકીલ કે.જી.વણઝારાએ હોળી-ઘુળેટીની ઉજવણી પર પ્રતિબંધ અંગે રાજકારણીઓના નામ લીધા વગર હાડેહાથે લીધા હતા.

Gujarat Others Trending
flage 11 ચૂંટણી આવે એટલે કોરોના ના આંકડા ઘટી જાય છે આ સમજાતું નથી : પૂર્વ સચિવ કે. જી. વણઝારા

રાજ્યના પૂર્વ સચિવ અને હાલ સુપ્રિમકોર્ટના વકીલ કે. જી. વણઝારાએ હોળી-ઘુળેટીની ઉજવણી પર પ્રતિબંધ અંગે રાજકારણીઓના નામ લીધા વગર હાડેહાથે લીધા હતા. તેમણે જણાવ્યું હતુંકે મોટા માણસોએ સંયમ રાખ્યો હોત તો સારુ થાત. ચૂંટણી આવે ત્યારે કોરોનાના આંકડા ઘટી જાય છે અને ચૂંટણી બાદ કોરોનાના કેસના આંક઼ડા વધી જાય છે.

દર વર્ષે ગાંધીનગર ખાતે પરંપરાગત રીતે વણઝારા સમાજ ખૂબ ધામધૂમ થી ધુળેટી ઉજવતા આવ્યા છે. પરંતુ  આ વર્ષે કોરોના ના વધતા કેસોને લઈ વણઝારા સમજે ધુળેટી ની ઉજવણી નહીં ઉજવવાનું નક્કી કર્યું છે. રાજ્ય ના પૂર્વ સચિવ અને હાલ સુપ્રીમ કોર્ટ ના વકીલ કે.જી.વણઝારા એ જણાવ્યું હતું કે ગત વર્ષે આજ દિવસે ધુળેટી ની રમઝટ તમે જોઈ હતી. પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન ની ચૂંટણી બાદ કોરોના ના કેસો ખૂબ વધ્યા છે. રાજકારણી ઓના નામ લીધા વગર વણઝારા એ જણાવ્યું હતું કે..મોટા માણસો એ સંયમ રાખ્યો હોય તો સારું થાત, ચૂંટણી આવે એટલે કોરોના ના આંકડા ઘટી જાય છે આ સમજાતું નથી.

દર વર્ષે 2500 જેટલા લોકો અહીં ધુળેટી મનાવી જમીને જતા હતા.આ વર્ષે અમે સંસ્કૃતિ  કુંજ માં મોટું આયોજન કર્યું હતું પણ કોરોના વધતા અમે એ આયોજન બંધ રાખ્યું છે. આ વખતે મોટા મોટા માણસો એ સંયમ રાખ્યો નહિ જેના કારણે અમારા જેવા નાના માણસો એ ભોગવવું પડ્યું છે. એમ કહી જૂની કહેવત યાદ કરી હતી.દેવડીયે દંડાય છે ચોર મુઠી જાર ના….અને લાખ ખંડી ચોર મહેફિલ મંડાય છે

મોટા આગેવાનો શિખામણ આપે છે, પરંતુ ચૂંટણી સમયે જો એ લોકો એ અનુસર્યું  હોત તો આ પરિસ્થિતિ ના થઇ હોત.

ધુળેટી વસંત નો તહેવાર છે.

આ વર્ષે મોટું આયોજન કર્યું હતું પણ ભલે કોરોના ના કારણે માથું ઉચકે પણ અમારા કુટુંબે સંયમ  રાખી,  અમે નિમિત્ત ના બનીએ તે માટે આ ઉત્સવ નહી ઉજવવાનો નિર્ણય લીધો છે. આ તહેવાર સાતમ સુધી ચાલતો હોય છે. મોટા માણસો ભલે કોરોના ને લઈ આવે પણ અમે  સંયમ રાખીએ અને કોરોના ને અટકાવવા અપીલ કરીએ  છીએ.