હિજરત/ કાશ્મીરના પંડિતો ફરી પલાયન ,આતંકવાદી હુમલાથી ઘાટી છોડી રહ્યા છે પરિવાર

કાશ્મીર ખીણમાં પંડિતોની પરત ફરવાના વચનો અને દાવા કરી રહી હતી તે પોકળ સાબિત થયાં છે અને વાસ્તવિકતા એ છે કે ફરી એક વખત અહીંથી હિજરત શરૂ થઈ છે

Top Stories
hhhhhhhhhhh કાશ્મીરના પંડિતો ફરી પલાયન ,આતંકવાદી હુમલાથી ઘાટી છોડી રહ્યા છે પરિવાર

જ્યાં સરકાર કાશ્મીર ખીણમાં પંડિતોની પરત ફરવાના વચનો અને દાવા કરી રહી હતી તે પોકળ સાબિત થયાં છે અને વાસ્તવિકતા એ છે કે ફરી એક વખત અહીંથી હિજરત શરૂ થઈ છે. લઘુમતી સમુદાયને નિશાન બનાવીને તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ ભય એટલી હદે ફેલાઈ ગયો છે કે ઘણા પરિવારો પોતાનો જીવ બચાવવા માટે જમ્મુ ભાગી ગયા છે. આ કાશ્મીરી પંડિતોએ દોષિતો સામે કડક કાર્યવાહી અને લઘુમતીઓને સુરક્ષા આપવાની માંગ કરી છે. હુમલાઓ સામે શનિવારે જમ્મુમાં ઘણી જગ્યાએ દેખાવો યોજાયા હતા.

કાશ્મીર ખીણમાં આતંકવાદીઓએ 5 દિવસમાં 7 લોકોની હત્યા કરી હતી. તેમાંથી 4 લઘુમતી સમુદાયના હતા અને 6 હત્યાઓ  રાજધાની શ્રીનગરમાં થઈ હતી. જમ્મુમાં એક કાશ્મીરી પંડિતે કહ્યું, હું 20 વર્ષથી શિક્ષક તરીકે કામ કરું છું. હું પ્રમોશન પછી થોડા વર્ષો પહેલા જ કાશ્મીર ખીણમાં પાછો ફર્યો હતો, પરંતુ અચાનક પસંદગીયુક્ત હત્યાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ અને હું પાછો આવ્યો છું.

તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીર ખીણમાં ત્રણ વર્ષ સુધી તેમની પોસ્ટિંગ દરમિયાન તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. શિક્ષકે કહ્યું, “અમે મુસ્લિમ સાથીઓ અને પડોશીઓ સાથે ભાઈઓની જેમ રહેતા હતા.” તેમણે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ નોકરી મેળવનારાઓ સહિત ઘણા કાશ્મીરી પરિવારો કાશ્મીર છોડીને જમ્મુ ગયા છે.

શનિવારે જગતી કેમ્પમાં પહોંચેલા સંજય ભાટે જણાવ્યું હતું કે તાજેતરની હત્યા બાદ ઘાટીમાં લઘુમતીઓમાં ભય છે. “ત્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે 2016 ની જેમ (હિઝબુલ આતંકી બુરહાન વાનીની હત્યા પછી) ઘાટીમાં લઘુમતી સમુદાયમાં ભય છે. કલમ 370 નાબૂદ કરવા છતાં અમારે જમ્મુ પરત ફરવું પડ્યું.