ગુજરાત/ કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર

કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેના યુધ્ધમાં વિજ્ય બનવા માટે લોકજાગૃતિ રૂપિ હથિયાર જ અસરકારક હોવાનું જણાવી લોકોને દો ગજની દૂરી એટલે કે, સોશીયલ ડીસ્ટન્સ રાખવા, મોઢા ઉપર માસ્ક બાંધવા અને વારંવાર હાથ સાબુ કે સેનેટાઈઝથી સ્વચ્છ રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહયો છે.

Gujarat Others
1 113 કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેના યુધ્ધમાં વિજ્ય બનવા માટે લોકજાગૃતિ રૂપિ હથિયાર જ અસરકારક હોવાનું જણાવી લોકોને દો ગજની દૂરી એટલે કે, સોશીયલ ડીસ્ટન્સ રાખવા, મોઢા ઉપર માસ્ક બાંધવા અને વારંવાર હાથ સાબુ કે સેનેટાઈઝથી સ્વચ્છ રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહયો છે. સરકાર દ્વારા લોકજાગૃતિ માટે આપવામાં આવેલ આ સ્વયં શિસ્તના નિયમોનું ઝાલાવાડના નાનકડા એવા ગામ ખારવાના ગ્રામજનોએ ચૂસ્તપણે પાલન કરી લોકજાગૃતિને જ હથિયાર બનાવીને કોરોનાની પ્રથમ અને બીજી લહેરના સમયમાં તેમના ગામમાં કોરોનાના સંક્રમણને વધુ ફેલાતુ અટકાવી શક્યા છે.

1 114 કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર

ડેલ્ટાનો કહેર / લોકડાઉન છતાં બ્રિટનમાં ડેલ્ટાનો કહેર, એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 49 ટકા વધારો

વઢવાણ તાલુકામાં આવેલું આશરે ૩૦૦૦ ની વસ્તી ધરાવતા ખારવા ગામને કોરોના સંક્મણના સમય દરમિયાન કોરોનાથી બચાવવા ગામ આગેવાનો અને સરપંચ દ્વારા વહીવટી તંત્રના સહયોગથી લોકોને જાગૃત કરવાના યથાર્થ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગામના તમામ જાહેર રસ્તા પર સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો તથા જાહેર સ્થળોએ કોરોના દરમ્યાન રાખવાની કાળજી બાબતના પોસ્ટરો લગાવી ગ્રામજનોને કોરોના વિશે સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોરોનાની આ પરિસ્થિતિમાં સામાજિક પ્રસંગો ન કરવામાં આવે તે માટે ગામ આગેવાનોનો સહકાર લઈ લોકોને સમજૂત કરવામાં આવ્યા હતા. જેના પરિણામે ૨૦૨૦ ના વર્ષમાં ગામમાં કોરોનાના માત્ર ૯ કેસ નોંધાયા હતા અને આ વર્ષે બીજી લહેર દરમિયાન ફક્ત ૨ કેસ નોંધાયા હતા, પરંતુ અત્યારની સ્થિતિએ ગામમાં એકપણ એકટિવ કેસ નથી. આ ગામમાં લોકજાગર્તિ અર્થે હાથ ધરવામાં આવેલ કાર્યોની વિગતે વાત કરતાં ગામના તલાટી ભરતભાઈ ડોડીયા જણાવે છે કે, ગતવર્ષે જ્યારે કોરોના મહામારી આવી ત્યારથી જ ટ્રેકટર દ્વારા ગામને સમયાંતરે સેનેટાઈઝ કરવામાં આવ્યુ છે. ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે સરકારશ્રીની માર્ગદર્શિકાની ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવી છે. જે અન્વયે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સવારે ૮ થી ૧૨ સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવતી હતી. તેમજ બીજી દુકાનો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવતી હતી.

1 115 કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર

આજથી અમલી / રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી વિનામૂલ્યે વેક્સિનનો પ્રારંભ

આ વાતને અનુમોદન આપતા માજી સરપંચશ્રી ઘનશ્યામભાઈ વસોયા કહે છે કે, અમારા ગામમાં જરૂર વગર ગ્રામજનોને ઘરની બહાર નીકળવા કે જાહેર જગ્યાએ બેસવા દેવામાં આવતા નથી. ગ્રામજનોના સંપ-સહકારથી આ સમયગાળા દરમિયાન બહારથી આવતા ફેરીયાઓ તેમજ અન્ય લોકો માટે ગામમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી. ખુબ જરુરિયાતવાળા લોકોને પણ ટેમ્પેરેચર માપીને સેનેટાઈઝ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ગામના ફિમેલ હેલ્થ વર્કર હીનાબેન ચૌહાણ જણાવે છે કે, ખારવા ગામના કોઈ વ્યક્તિ જો બહારગામથી આવે તો તેમને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવતા અને આશા વર્કર સાથે મળીને ગામમાં ઘરે ઘરે જઈ હોમિયોપેથીક દવાઓનું વિતરણ તેમજ ગામમાં સમયાંતરે સર્વે પણ કરવામાં આવતો હતો. આ સર્વે દરમિયાન જો કોઇ વ્યક્તિને કોઈપણ જાતના સામાન્ય લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી તેમને યોગ્ય સારવાર આપવામાં આવતી હતી. આ ઉપરાંત હાલમાં ગામના ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ ૫૭૭ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. મદદનીશ શિક્ષકશ્રી રફિકભાઈ બેલિમ કહે છે કે, કોરોના શરૂ થયો ત્યારથી અમે સરપંચ અને તલાટી સાથે મળીને ગામલોકોને કોરોના સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે જરૂરી માહિતી – માર્ગદર્શન આપ્યું હતુ, આ ઉપરાંત શાળાના શિક્ષકોએ આરોગ્ય કર્મી સાથે સમયાંતરે સર્વેના કાર્યમાં પણ સહભાગી બન્યા હતા.

1 116 કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર

નિર્ણય / રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુઓને જૂન – જુલાઇ માટે પશુદિઠ રૂ. રપ દૈનિક સહાય આપશે રાજ્ય સરકાર 

માર્ચ – ૨૦૨૦ માં ગુજરાતમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઈને આજદિન સુધી ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં કોરોનાની બે લહેર આવી, અસંખ્ય લોકો સંક્રમિત થયા, સંખ્યાબંધ ગામડાઓમાં પણ કોવીડ સંક્રમણ ફેલાયું, તેવા સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને કોરોના સંક્રમણથી બચવા કોવીડ માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. જેને ધ્યાને લઈ ગુજરાતના કેટલાય ગામના આગેવાનોએ વઢવાણના ખારવા ગામના લોકોની જેમ લોકજાગૃતિ રૂપી અમોઘ શસ્ત્રને અપનાવીને તેમના ગામમાં કોરોના કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવ્યું છે.

majboor str 6 કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર