Not Set/ ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને આપ્યું મોટું નિવેદન

નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાના છે અને તેઓ મુખ્યમંત્રી પદનો ચહેરો હોય શકે છે, જો કે હાલ આ અંગે ખોડલધામ તરફથી સમગ્ર વાત ખોટી ગણાવી છે.

Top Stories Rajkot Gujarat
ખોડલધામ
  • નરેશ પટેલને લઇને મહત્વના સમાચાર
  • નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા
  • ખોડલધામ તરફથી સમગ્ર વાત ખોટી ગણાવી
  • ખોડલધામ પ્રવક્તા એ આપ્યું નિવેદન

લેઉઆ પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના છે કે કેમ તેને લઈને જાતભાતની અટકળો ચાલી રહી છે ત્યારે આ મામલે હવે એક નવી જ વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાના છે અને તેઓ મુખ્યમંત્રી પદનો ચહેરો હોય શકે છે, જો કે હાલ આ અંગે ખોડલધામ તરફથી સમગ્ર વાત ખોટી ગણાવી છે. ખોડલધામ પ્રવક્તએ નિવેદન આપતા આ વાતને અફવા ગણાવી છે.

થોડા દિવસ પહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે તેમનો ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ સંપર્ક કર્યો છે. કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નરેશ પટેલ કોંગ્રેસમાં આવતા હોય તો પક્ષ તેમનું સ્વાગત કરવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ પણ નરેશ પટેલને આપમાં જોડાવવા માટે કહ્યું હતું. નરેશ પટેલ પોતે પણ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જો તેઓ ભાજપમાં જાય તો તેમને કયું સ્થાન અપાય તે અટકળોનો વિષય બને, પરંતુ આપ અને કોંગ્રેસમાં તેમને મહત્વનું પદ મળે તેવી પૂરી શક્યતા છે. તેવામાં નરેશ પટેલ સત્તા પક્ષ સાથે જવાનું પસંદ ના પણ કરે.

ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.

એક તરફ નરેશ પટેલ રાજકારણમાં આવવા ઉતાવળા બની રહ્યા છે, ત્યારે બીજી તરફ પીએમ મોદીએ તો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માર્ચ મહિનાના મધ્યમાં જ ત્રણ-ત્રણ રોડશો કરીને શરુ કરી દીધો છે. વળી, એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ગુજરાતમાં ફરી આવવાના છે અને પ્રચાર કરવાના છે તેવા અહેવાલો છે. આ બાબતોથી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે કે કેમ તેના પર ચર્ચા શરુ થઈ છે. આમ તો રાજ્યમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2022ના અંતમાં જ પૂરો થવાનો છે, પરંતુ રાજ્યમાં જૂન-જૂલાઈમાં ચૂંટણી યોજાઈ શકે છે તેવું પણ કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે.

આ પણ વાંચો :ભાવનગરમાં નગર પ્રાથમિક શાળામાં પાણીના ટાંકાનો સ્લેબ તૂટયો, બે વિદ્યાર્થી પડ્યા અને…

આ પણ વાંચો :શું કોંગ્રેસના આ દિગ્ગજ નેતા જોડાશે AAPમાં? જાણી શું છે વાસ્તવિકતા

આ પણ વાંચો :વડોદરામાં કેમેસ્ટ્રીના પેપર પહેલા જ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :જીતુ વાઘાણીનાં નિશાને પ્રશાંત કિશોર, કહ્યું, ‘કોંગ્રેસ 2022માં ખરાબ રીતે હારશે’