Jharkhand/ માતાએ લોનના નાણાં ન ચુકવતા તેના 12 વર્ષના દીકરાનું અપહરણ

મહિલાના સગીર દીકરાનું કહેવું છે કે બે અઠવાડિયા પહેલા તે અને તેની મોટી બહેન ઘરમાં એકલા હતા. તે સમયે બેન્કના ઓફિસરો તેમની માતાને શોધવા આવ્યા હતા. માતાને શોધવાને બહાને સગીરને કારમાં બેસાડીને નગર ઉંટા હેન્હો પાસેની બ્રાંચમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાને જાણ કરવામાં આવી હતી….

Top Stories India
Beginners guide to 2024 03 09T180602.798 માતાએ લોનના નાણાં ન ચુકવતા તેના 12 વર્ષના દીકરાનું અપહરણ

@નિકુંજ પટેલ

Jharkhand News: લોનની બાકીની રકમની ચુકવણી માટે ફાયનાન્સ કંપનીનો મેનેજર નિગમ યાદવ સતત મહિલા પર દબાણ કરી રહ્યો હતો. પરંતુ નાણાંની વ્યવસ્થા ન થતા તે પૈસા ચુકવી શકતી ન હતી.

ઝારખંડના ગઢવામાં એક માઈક્રો ફાયનાન્સ કંપનીના કર્મચારીઓએ સમય મર્યાદામાં પૈસા ન ચુકવી શકતા એક મહિલાના 12 વર્ષના દીકરાનું અપહરણ કરી તેને બંધક બનાવ્યો હતો. આ અંગેની ફરિયાદ મળતા પોલીસે તેને 14 દિવસ બાદ શુક્રવારે સાંજે છોડાવ્યો હતો. પોલીસે ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર નિગમ યાદવની ધરપકડ કરી હતી. શનિવારે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે કંપનીના બે અન્ય કર્મચારીઓ વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આ કેસની વિગત મુજબ ગઢવાના ભવનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આશા દેવીએ બે વર્ષ પહેલા મહિલા સમૂહના માધ્યમથી માઈક્રો ફાયનાન્સ કંપની પાસેથી રૂ. 40,000 ની લોન લીધી હતી. જેમાં તેણે રૂ. 22,000 જમા કરાવી દીધા હતા અને રૂ. 18,000 ભરવાના બાકી હતા. બાકીની રકમ ચુકવવા માટે ફાયનાન્સ કંપનીનો મેનેજર નિગમ યાદવ સતત આશા દેવી પર દબાણ કરતો હતો. પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતા તે આ રકમ ભરી શકી ન હતી.

મહિલાના સગીર દીકરાનું કહેવું છે કે બે અઠવાડિયા પહેલા તે અને તેની મોટી બહેન ઘરમાં એકલા હતા. તે સમયે બેન્કના ઓફિસરો તેમની માતાને શોધવા આવ્યા હતા. માતાને શોધવાને બહાને સગીરને કારમાં બેસાડીને નગર ઉંટા હેન્હો પાસેની બ્રાંચમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાને જાણ કરવામાં આવી હતી કે જ્યાં સુધી બાકીની રકમ નહી ચુકવે ત્યાં સુધી તમારો દીકરો અમારા કબ્જામાં રહેશે. દરમિયાન બાળક સાથે નોકર જેવું કામ કરાવાતું હતું.

આ અંગેની ફરિયાદ મળતા એસડીપીઓ સત્યેન્દ્ર નારાયણ સિંહે પોલીસની ટીમ બનાવીને ફાયનાન્સ કંપનીની હેન્હો મોડ પાસેની બ્રાંચ માંથી મુક્ત કરાવ્યો હતો. સગીરે જણાવ્યું કે બેન્કનો કર્મચારી ઉમાશંકર તિવારી તેને મારઝૂડ કરતો હતો. તેના ગંદા કપડા અને જુતા સાફ કરાવતો હતો. દારૂ પીને બોટલો પણ તેને ફેંકવા આપતો હતો. તેને ધમકી આપવામાં આવતી હતી કે તેની માતા બાકીના નાણાં નહી ચુકવે તો તારી કિડની અને આંખો કાઢીને વેચી દઈશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ બિહાર-ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

આ પણ વાંચોઃ દીકરીઓના શિક્ષણની ચિંતા ડબલ એન્જીન સરકારના શિરે: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચોઃ