Not Set/ કિમ જોંગે મિસાઇલ પરીક્ષણ રોક્યું,ટ્રમ્પે કહ્યું : ગુડ ન્યુઝ

પ્યાંગયાંગ, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને પોતાના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ પરીક્ષણને બંધ કરવાનું જાહેર કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને પોતાના પરમાણું કાર્યક્રમને હાલ પુરતો સ્થગિત કરવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત ઉત્તર કોરિયાના સરમુખત્યાર પોતાના પરમાણુ પરિક્ષણ સ્થળને પણ બંધ કરવાની ઘોષણા કરી […]

Top Stories
Kim Jong Trump કિમ જોંગે મિસાઇલ પરીક્ષણ રોક્યું,ટ્રમ્પે કહ્યું : ગુડ ન્યુઝ

પ્યાંગયાંગ,

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને પોતાના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ પરીક્ષણને બંધ કરવાનું જાહેર કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને પોતાના પરમાણું કાર્યક્રમને હાલ પુરતો સ્થગિત કરવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત ઉત્તર કોરિયાના સરમુખત્યાર પોતાના પરમાણુ પરિક્ષણ સ્થળને પણ બંધ કરવાની ઘોષણા કરી ચૂક્યા છે.

કિમ જોંગની આ જાહેરાતનું અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, આ દુનિયા માટે ખુબ સારા સમાચાર છે.

ઉત્તર કોરિયાએ શનિવારે વહેલી સવારે પોતાના પરમાણુ કાર્યક્રમ અને દૂર સુધી માર કરી શકતી મિસાઇલનું પરિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. ઉત્તર કોરિયાની સત્તાધારી વર્કર્સ પાર્ટીની પૂર્ણ સેંટ્રલ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. એજન્સીએ કિમના હવાલેથી કહ્યું કે, ‘અમને હવે વધુ પરમાણુ પરીક્ષણ કરવાની જરુર નથી એટલે પરમાણુ ટેસ્ટ અને મધ્યમ થતા દૂર સુધી માર કરી શકતી મિસાઇલનું પરીક્ષણ બંધ કરવામાં આવે છે.’

કિમ જોંગની આ જાહેરાત બાદ  પાછલા ઘણા સમયથી વિશ્વ માથે ઝળુંબતા મહાયુદ્ધની શક્યતા ટળી ગઈ છે.

કિમ જોંગ ઉન છેલ્લા થોડા સમયથી દુનિયાના અન્ય દેશો સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. કિમ જોંગે 2011માં સત્તા સંભાળી હતી અને ત્યારપછી 2018માં પ્રથમ વખત કિમ દેશની બહાર નીકળ્યા હતા અને તેમણે ચીનની પ્રથમ વિદેશ યાત્રા કરી હતી.