Surat/ કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ

સુરતની કિરણ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. શહેરના કતારગામ શાસ્ત્રી નગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદર પરથી પટકાઈ હતી.

Top Stories Gujarat Surat
a 340 કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ

ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં હોસ્પિટલોની એક પછી એક  ઘોર બેદરકારી સામે આવી રહી છે. જેના કારણે અનેક દર્દી ઓના મોત થયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે એવામાં વધુ એક ઘટના સામે અવી છે. આ ઘટના સુરતની કિરણ હોસ્પિટલની છે જ્યાં ઘોર બેદરકારીના કારણે એક બાળકીને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ સત્તાધીશોએ બાળકી જીવિત હોવા છતાં તેને બ્રોડડેડ લખી રીફર કરી નાંખી હતી, જેથી અડધા કલાકમાં બાળકીનું મોત થયાનો આરોપ પરિવારજનો કરી રહ્યા છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતની કિરણ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. શહેરના કતારગામ શાસ્ત્રી નગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદર પરથી પટકાઈ હતી. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલી આર્મીને સુરતમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

પરંતુ હોસ્પિટલની લીલીયાવાડીના કારણે રાત્રે 10 વાગ્યે ડોક્ટરોએ કેસ પેપર પર બ્રોડડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મીમેર હોસ્પિટલમાં રીફર કરી દીધી પણ પરિવારના સભ્યો તેને સિવિલ લઈ આવ્યા હતા. બે વર્ષની જીવીત બાળકી કે જેનું નામ આર્મી છે, જેણે બ્રોડ ડેડ લખી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી પોતાના ત્યાંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર  કરવામાં આવી હતી.

જેમાં વેન્ટીલેટર પર સારવાર વખતે રાત્રે 11:50 વાગ્યે માસુમ આર્મીનું મોત થયું હતું. ડો. વૈદર્ભીએ કહ્યું હતું કે, બાળકીના માથામાં ઈજા તેમજ મોંમાંથી લોહી વહેતુ હોવાની સાથે હૃદય ચેક કર્યુ તો ધબકારા ચાલી રહ્યા હતા. જેને કારણે મે તેને તરત જ સર્જરી તથા ENT વિભાગના ડોકટરોને જાણ કરી સારવાર શરુ કરાવી હતી.

 જેમાં ઈન્ટરનલ હેમરેજને લીધે બાળકીના હૃદયમાં લોહી જામી ગયુ હોવાથી બાળકીનું મોત થયું હતું. કિરણ હોસ્પિટલે કેસ પેપર પર જે રીતે ડિટેલ્સ મેંશન કરી છે તે મારી સમજની બહાર છે.

આ પણ વાંચો :કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો :ST બસોમાં મહિલાઓને અપાઈ કંડકટરની ફરજ, સુરેન્દ્રનગરમાં મળ્યો સારો પ્રતિસાદ

આ પણ વાંચો :અમદાવાદમાં કોચિંગ ક્લાસના શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…