IPL 2024 SRH vs LSG Match/ કેએલ રાહુલની ‘કાચબા છાપ’ બેટિંગ હારનું મુખ્ય કારણ બની 

33 બોલમાં 29 રન વિરુદ્ધ 36 બોલમાં 107 રન…. આ આંકડો જ લખનૌ સુપર જાયન્ટ્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હારની આખી વાર્તા કહે છે.

Trending Sports
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 09T120909.661 કેએલ રાહુલની 'કાચબા છાપ' બેટિંગ હારનું મુખ્ય કારણ બની 

33 બોલમાં 29 રન વિરુદ્ધ 36 બોલમાં 107 રન…. આ આંકડો જ લખનૌ સુપર જાયન્ટ્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હારની આખી વાર્તા કહે છે. કેએલ રાહુલે કાચબા જેવી બેટિંગ કરી અને 33 બોલમાં 29 રન બનાવ્યા. જ્યારે SRHના ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પાવરપ્લેમાં માત્ર 36 બોલમાં 107 રન બનાવ્યા અને 10 વિકેટથી શાનદાર જીત નોંધાવી.

IPLની જોડી ‘ટ્રાવિષેક’ (ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા) એ 8 મેના રોજ 58 બોલમાં (લગભગ 10 ઓવર)માં 166 રનનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. જે પુરુષોની T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી વધુ દસ ઓવરનો સ્કોર છે. તેનો અર્થ એ કે લખનૌની હારની વાર્તા 10-10 (10 ઓવર અને 10 વિકેટ)ના આંકડા સુધી મર્યાદિત હતી.

લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ખૂબ જ ધીમી ગતિએ બેટિંગ કરી, એવું લાગતું નહોતું કે તે T20 ફોર્મેટમાં રમી રહ્યો છે. લખનૌની બેટિંગની વાત કરીએ તો તેને પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 27 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ક્વિન્ટન ડી કોક અને માર્કસ સ્ટોઈનિસના રૂપમાં લખનૌની ટીમને પ્રથમ બે ઝટકા આપ્યા હતા.

10 ઓવર પછી સ્કોર 57/3 હતો, આ સ્કોર પર કેએલ રાહુલ પણ ચાલ્યો ગયો. એકંદરે, લખનૌની ખરાબ શરૂઆત પછી, કેએલ રાહુલ સાવધાનીપૂર્વક રમ્યો. પરંતુ જ્યારે ઝડપી રન બનાવવાનો વારો આવ્યો ત્યારે તે આઉટ થઈ ગયો હતો.અહીં ધ્યાનમાં રાખો કે કેએલ રાહુલે જે રીતે બેટિંગ કરી તે IPLમાં સૌથી ધીમો બેટ્સમેન બની ગયો. મેચમાં હાર બાદ કેએલ રાહુલે પોતાની બેટિંગના કારણે ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ IPLની એક ઇનિંગમાં સૌથી નીચો સ્ટ્રાઇક રેટ (30+ બોલ)

77.41 તનુષ કોટિયન (31 બોલમાં 24) વિ. પંજાબ કિંગ્સ, મુલ્લાનપુર
87.87 કેએલ રાહુલ (33 બોલમાં 29) વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ
88.88 ઇશાન કિશન (36 બોલમાં 32 રન) વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, લખનૌ
91.17 સાઈ સુદર્શન (34 બોલમાં 31 રન) વિરુદ્ધ પંજાબ કિંગ્સ, મુલ્લાનપુર

IPL ઇતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર

125/0 – હૈદરાબાદ વિ દિલ્હી કેપિટલ્સ, 2024
107/0 – હૈદરાબાદ વિ લખનૌ, 2024
105/0 – કોલકાતા વિ બેંગલુરુ, 2017
100/2 – ચેન્નાઈ વિ પંજાબ કિંગ્સ, 2014
93/1 – પંજાબ કિંગ્સ વિ કોલકાતા 2024

સૌથી ઓછા બોલમાં 100+ રનની ભાગીદારી (IPL)

30 બોલ – ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા વિરુદ્ધ દિલ્હી 2024
34 બોલ – ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા વિ લખનૌ 2024 *
36 બોલ – હરભજન સિંહ અને જે સુચિથ વિ પંજાબ 2015
36 બોલ – ક્રિસ લિન અને સુનીલ નારાયણ વિ બેંગલુરુ 2017

IPL મેચમાં પ્રથમ 10 ઓવરમાં સર્વોચ્ચ સ્કોર
167/0 (9.4) – હૈદરાબાદ વિ લખનૌ, 2024 *
158/4 – હૈદરાબાદ વિ દિલ્હી, 2024
148/2 – હૈદરાબાદ વિ મુંબઈ, 2024
141/2 – મુંબઈ વિ હૈદરાબાદ, 2024

સૌથી વધુ બોલ બાકી રહેતા જીતનો રેકોર્ડ

62 બોલ – હૈદરાબાદ વિ લખનૌ, 2024 (લક્ષ્ય: 166) *
57 બોલ – દિલ્હી વિ પંજાબ કિંગ્સ, 2022 (લક્ષ્ય: 116)
48 બોલ – ડેક્કન ચાર્જર્સ વિ મુંબઈ, 2008 (લક્ષ્ય: 155)

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની બેટિંગ જોઈને કેએલ રાહુલ દંગ રહી ગયો હતો.

હેડ-અભિષેકની બેટિંગ જોઈને કેએલ રાહુલ દંગ રહી ગયો, તેણે મેચ બાદ કહ્યું- મારી પાસે શબ્દો નથી. અમે ટીવી પર આ પ્રકારની બેટિંગ જોઈ છે, તે અવાસ્તવિક બેટિંગ હતી. બંનેએ પોતાની સિક્સ ફટકારવાની કુશળતા પર સખત મહેનત કરી છે. તેઓએ અમને એ જાણવાનો મોકો ન આપ્યો કે બીજી ઇનિંગ્સમાં પિચ કેવી છે? તેને રોકવો મુશ્કેલ હતો કારણ કે તેણે પહેલા બોલથી જ હુમલો કર્યો હતો.

કેએલ રાહુલે આગળ કહ્યું- એકવાર તમે હારવાનું શરૂ કરો, તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર સવાલો ઉભા થાય છે. અમે 40-50 રન ઓછા પડ્યા. જ્યારે અમે પાવરપ્લેમાં વિકેટ ગુમાવી હતી, ત્યારે અમે કોઈ રનની ગતિ મેળવી શક્યા ન હતા. આયુષ અને નિકી (નિકોલસ પુરન)એ સારી બેટિંગ કરી અને અમને 166 રન સુધી પહોંચાડ્યા. જો અમને 240 રન મળ્યા હોત તો પણ તેઓ તેનો પીછો કરી શક્યા હોત.
જો કે, સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 166 રનનો ટાર્ગેટ 62 બોલ બાકી રહેતા 9.4 ઓવરમાં હાંસલ કર્યો હતો, જે T20 ક્રિકેટમાં 150થી વધુના લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી મોટો માર્જિન હતો. આ પહેલાની સૌથી મોટી જીત હતી જ્યારે બ્રિસ્બેન હીટે 2018-19 BBLમાં મેલબોર્ન સ્ટાર્સ સામે 60 બોલ બાકી રહેતા 157 રનનો પીછો કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નારાયણની તોફાની બેટિંગથી કોલકાતાનો જંગી જુમલો

આ પણ વાંચો:ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને લાગી શકે છે ફટકો

આ પણ વાંચો:આજે ‘કરો યા મરો’ની સ્થિતિ ઊભી થશે! ગુજરાત ટાઈટન્સ કોને તક આપશે…