બિહાર/ સરકાર બન્યા બાદ લાલુ યાદવનું મોટું નિવેદન – PM મોદીને હટાવવાની છે, સરમુખત્યારશાહી સરકાર નહીં

બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને આરજેડીની સરકાર બન્યા બાદ લાલુ પ્રસાદ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.

Top Stories India
Lalu

બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને આરજેડીની સરકાર બન્યા બાદ લાલુ પ્રસાદ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે કેન્દ્ર સરકાર પર તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા જોઈએ.

RJD વડા લાલુ પ્રસાદ યાદવે બુધવારે પત્રકારો દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીઓ (લોકસભા ચૂંટણી 2024) વિશે પૂછવામાં આવતાં કહ્યું કે અમારે તાનાશાહી સરકારને હટાવવાની છે.

લાલુ યાદવનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

આરજેડી ચીફ લાલુ પ્રસાદે કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું કે પીએમ મોદીને સત્તા પરથી હટાવવા પડશે. લાલુ પ્રસાદ યાદવ બુધવારે દિલ્હીથી પટના પરત ફર્યા હતા અને રાજ્યમાં નવી સરકારની રચના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રથમ વખત મળ્યા હતા. નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડીને નવી મહાગઠબંધન સરકાર બનાવી છે.

નીતિશ અને લાલુ પ્રસાદની મુલાકાત

બિહારના ડેપ્યુટી સીએમ અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીએ ટ્વિટર પર બંને નેતાઓ વચ્ચેની મુલાકાતની તસવીરો શેર કરી છે. તેજસ્વીએ ટ્વીટ કર્યું, “આદરણીય મુખ્યમંત્રી નીતિશ કુમાર જી રાષ્ટ્રીય અધ્યક્ષ (RJD) લાલુ પ્રસાદ યાદવને મળવા પહોંચ્યા” આ પ્રસંગે તેજ પ્રતાપ યાદવ અને રાબડી દેવી પણ હાજર હતા.

લાલુએ નીતિશના નિર્ણયની પ્રશંસા કરી હતી

જણાવી દઈએ કે, બિહારમાં મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા જ નીતિશ કુમારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે વાત કરી હતી અને રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા કરી હતી. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે 10 ઓગસ્ટે શપથ લીધા હતા. અગાઉ જ્યારે નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું ત્યારે લાલુ યાદવે એનડીએથી અલગ થઈને રાજ્યમાં નવી સરકાર બનાવવાના નિર્ણય બદલ કુમારની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો:ભારતમાં નવા COVID-19 કેસોમાં 39.1 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 12,608 કેસ