Not Set/ ચિકનગુનિયા થયો છે, આ 6 ઘરેલુ ઉપાયો અજમાવશો તો રોગમાં થશે રાહત

અમદાવાદ વરસાદની સીઝનમાં માત્ર ડેન્ગ્યુ જ નહીં  ચિકનગુનિયા પણ હવે સામાન્ય થઇ ગયો છે. દર વર્ષે ચિકનગુનિયાના દર્દીઓ ની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. એવામાં દર્દીને મેડિકલ દવાઓ ની સાથે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ પણ ઝડપ થી સાજા કરવામાં ઉપયોગી થાય છે. ચિકનગુનિયાની રોકથામ એ અત્યારના સમયની માંગ છે . ચિકનગુનિયા થયો હોય તો એના ઘરેલુ […]

Health & Fitness Lifestyle
IIIII ચિકનગુનિયા થયો છે, આ 6 ઘરેલુ ઉપાયો અજમાવશો તો રોગમાં થશે રાહત

અમદાવાદ

વરસાદની સીઝનમાં માત્ર ડેન્ગ્યુ જ નહીં  ચિકનગુનિયા પણ હવે સામાન્ય થઇ ગયો છે. દર વર્ષે ચિકનગુનિયાના દર્દીઓ ની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. એવામાં દર્દીને મેડિકલ દવાઓ ની સાથે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ પણ ઝડપ થી સાજા કરવામાં ઉપયોગી થાય છે. ચિકનગુનિયાની રોકથામ એ અત્યારના સમયની માંગ છે .

ચિકનગુનિયા થયો હોય તો એના ઘરેલુ ઉપચાર માટે સૌ પ્રથમ આ બીમારી વિષે સાચી માહિતી હોવી ખુબ જ જરૂરી છે. બીમારી વિષે ની ખરી માહિતી આ બીમારીથી બચવા અને એના ઈલાજ માટે ઉપયોગી થાય છે.

નીચે ચિકનગુનિયાનો સામનો કરવાના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવેલ છે.

સામાન્ય રીતે દાદીમા પાસે ઘણા ઘરેલુ નુસ્ખા હોય છે. જેની  મદદથી આપણે  ઘરેથી  ચિકનગુનિયાનો સામનો કરી શકીએ છીએ.અને જે ચિકનગુનિયા જેવા જટિલ અને હઠીલા રોગના લક્ષણોમાં રાહત આપે છે.

આદુની ચા અને ગ્રીન ટી ઘણી લાભદાયક છે.

બરફ ભરેલી થેલી અથવા તો બરફ ના ટુકડા શરીરના સુજી ગયેલા ભાગ ઉપર ઘસવાથી દુખાવો ઓછો થાય છે.

ગિલોય નો જ્યુસ ચિકનગુનિયા ઉપરાંત ડેન્ગ્યુ,મલેરિયા જેવા રોગો ના તાવ સામે લાડવામાં મદદ કરે છે.

પપૈયાનો જ્યુસ લોહીના પ્લેટલેટ વધારવા ખુબજ લાભકારી સિદ્ધ થયો છે.

તુલસીના પાન,ચા અથવા પાણી માં ઉકાળી ને પીવાથી આપણા શરીર ની ઇમ્યુનીટીમાં વધારો થાય છે.

નારિયેળ પાણી શરીરમાંથી નકામાં કચરાનો નિકાલ કરવા અને શરીરમાં ભેજ (ભીનાશ) જાળવી રાખવા મદદ કરે છે.

ચિકનગુનિયામચ્છરના કરડાવાથી થાય છે. આ તો આપડે સૌ જાણીએ જ છીએ કહેવાય છે કે સાવધાની એજ બચાવ. માટે જ કેટલાક એવા ઉપાય કરવા કે જેથી આ રોગને થતો અને ફેલાતો અટકાવી શકાય. સૌ પ્રથમ તો ચિકનગુનિયાના મચ્છર જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે. માટે પોતાના ઘર તેમજ સોસાયટી અને ઓફિસની આસપાસ પાણી જમા ના થવા દો.

પાણીથી ભરેલા નાના નાના ખાબોચિયાને માટીથી ભરી દેવા.

ખાલી વાસણો, નકામાં ટાયર ખાલી પડેલા નકામાં કુંડા વગેરેમાં પાણી જમાના થવા  ના દો. તેમજ તેનો યોગ્ય નિકાલ કરવો.

કુલરનું પાણી અઠવાડિયામાં બે વખત બદલાવું.

મચ્છર મારવાની દવાનો છંટકાવ કરવો.

ઘરની બહાર જતી વખતે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

ઘરના બારી બારણાં ને મચ્છરદાની લગાવવી.

ચારે તરફ ચોખ્ખાઈ રહે તેની તકેદારી રાખવી.

સામાન્ય તાવ આવે તો પણ તરત જ ડોકટોરનો સંપર્ક કરવો અને નિયમિત દવા લેવી.

તો આવી રીતે ખતરનાક બીમારીઓ સામે લડી પણ શકાય છે અને એને થતી રોકવાના સંભવિત પ્રયાસ પણ કરી શકાય છે.