Health Tips/ બ્રેડ ખાવાની શોખીન છો,તો આ ગંભીર બિમારીનો ભોગ  બની શકો છો..

માનવામાં આવે છે કે, વહેલી સવારનો નાસ્તો વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ એક એવી વસ્તુ છે કે જેની અસર વ્યક્તિના સમગ્ર દિવસ પર પડે છે.

Food Health & Fitness Lifestyle
mahi uy બ્રેડ ખાવાની શોખીન છો,તો આ ગંભીર બિમારીનો ભોગ  બની શકો છો..

માનવામાં આવે છે કે, વહેલી સવારનો નાસ્તો વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ એક એવી વસ્તુ છે કે જેની અસર વ્યક્તિના સમગ્ર દિવસ પર પડે છે. કેટલાક લોકો વહેલી સવારે ઓઈલી નાસ્તો ખાવાનું પસંદ કરે છે. તો કેટલાક લોકો સાધારણ નાસ્તો ખાવાનું પસંદ કરે છે. જોકે, તેમ છતાં સર્વેમાં સામે આવ્યું છે કે, દુનિયામાં મોટાભાગના લોકો વહેલી સવારે બ્રેડ, કોર્નફ્લેક્સ જેવા પદાર્થોનું સેવન કરતા હોય છે.

જો તમે પણ આ પૈકીના એક હોવ તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. કારણકે, બ્રેડ અને કોર્નફ્લેક્સ જેવા પદાર્થોનું સેવન ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, બ્રેડ, કોર્નફ્લેક્સ અને તળેલા પદાર્થોમાં ગ્લાઈસ મેક્સ ઈન્ડેક્સનું પ્રમાણ વધારે હોય છે. જે ફેફસામાં કેન્સરના કણોને વિકસવામાં મદદ કરે છે.

ગ્લાઈસ મેક્સ ઈન્ડેક્સ એક એવા તત્વો છે કે જે ભોજન સાથે સંકળાયેલા છે. આ તત્વો વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝના સ્તર પર સીધો વાર કરે છે. જેથી વ્યÂક્તની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને ફેફસાના કેન્સર વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે.  ક્યારેક તે ધુમ્રપાન ન કરનાર લોકોને પણ ફેફસાના કેન્સરના રુપમાં લાગુ પાડી શકે છે.

સફેદ ત્વચા, હલ્કા ભુરા વાળ અને ભુરી આંખોવાળા વ્યક્તિઓમાં સ્ક્વોસમોસ સેલ કાર્સિનોમા વિકસીત થવાનો ખતરો વધારે હોય છે. સંશોધનકર્તાઓએ લગભગ 1905 ફેફસાના કેન્સરના દર્દીઓ ઉપર સંશોધન કર્યા બાદ આ તારણ કાઢ્યુ છે. આ તમામ લોકોના ખાવા પીવાની આદતો અંગેના ભૂતકાળની તપાસ કરવામાં આવી તો તેની પાછળ બ્રેડનું વધારે પડતુ સેવન જવાબદાર જાણવા મળ્યું.

આ પણ વાંચો:શું તમે પણ વટાણાની છાલ ફેંકી દો છો? જાણો તેના ફાયદા અને કેવી રીતે ઉપયોગ કરવો

આ પણ વાંચો:ઘરે બનાવો પાલક અને ફુદીનાનું હેલ્દી જ્યુસ

આ પણ વાંચો:આજે જ ઘરે ટ્રાય કરો મેથી-મકાઇના ઢેબરા