Not Set/ ઓફિસમાં સતત બેસીને કામ કરતી મહિલાઓ સાવધાન

અમદાવાદ, ઓફિસમાં દિવસભર બેસીને કામ કરતી મહિલાઓ માટે દુઃખદ સમાચાર છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમને કેન્સર અને હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે હોય છે. ન્યૂયોર્કની કોર્નેલ યુનિવર્સિટીએ સંશોધનમાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન સતત 11 કલાક સુધી બેસીને કામ કરતી મહિલાઓમાં નાની વયે […]

Health & Fitness Lifestyle
eep 12 ઓફિસમાં સતત બેસીને કામ કરતી મહિલાઓ સાવધાન

અમદાવાદ,

ઓફિસમાં દિવસભર બેસીને કામ કરતી મહિલાઓ માટે દુઃખદ સમાચાર છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમને કેન્સર અને હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે હોય છે.

ન્યૂયોર્કની કોર્નેલ યુનિવર્સિટીએ સંશોધનમાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન સતત 11 કલાક સુધી બેસીને કામ કરતી મહિલાઓમાં નાની વયે મૃત્યુ પામવાની શક્યતા 12 ટકા જેટલી વધી જાય છે.

શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, સતત બેસીને કામ કરતી મહિલાઓ આધેડવયે પહોંચે ત્યાં સુધીમાં દિલ સાથે સંકળાયેલા રોગોનો ખતરો 27 ટકા વધી જાય છે. એટલું જ નહીં, દિવસભર બેસીને કામ કરતી સ્ત્રીઓ પૈકી પાંચમાંથી એકને કેન્સરનું જોખમ હોય છે.

સંશોધનકારોએ એમ પણ જણાવ્યું હતું કે, મહિલાઓ આની ભરવાઈ જિમમાં જઈને કે કસરત કરીને પણ પૂરી કરી શકતી નથી. તેથી સતત બેસવાથી બચવું જોઈએ. શોધકર્તા રિબેકા સીગનના જણાવ્યા અનુસાર, જો તમે શારીરિક ગતિવિધિઓ વધારે કરતાં હો અને સ્વાસ્થ્યવર્ધક જીવનશૈલી જીવતો હો તો તમારી આવરદા લાંબી અને તંદુરસ્ત હોય છે. કલાકો સુધી બેસતી મહિલાઓ જાતે જ તેમના મોતને નિમંત્રણ આપે છે.

અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં મેનોપોઝમાં પસાર થઈ ચૂકેલી 93000 મહિલાઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું હતું.

વર્કિંગ વુમન અપનાવે આ ટેવ

જે સ્ત્રીઓ સતત બેસી રહેતી હોય તેમણે  દોઢ  કલાકે ઉઠીને પાંચ મિનિટ ચાલી લેવું જોઈએ.

તો બીજી વાર ઉઠો ત્યારે હળવી કસરત કે સ્ટ્રેચિંગ કરી લેવું

એકધાર્યા બેસીને કામ કરવાથી આંખો તેમજ હાથને અતિશય શ્રમ પડે છે માટે આંખો પાણીની છાલક નાંખીને ધોવી તેમજ હાથ અને ડોકની કસરત કરવી .જેથી શરીરના આ ભાગ જકડાઈ ન જાય.

જંકફૂડ ખાવાથી બચવુ