લોકડાઉન/ ખેડા જિલ્લામાં ફરી એક વાર લોકડાઉન લંબાવાયો,વાંચો વધુ અહેવાલ

ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને મોતના આંકમાં પણ જિલ્લામાં દિવસેને દિવસે વધારો થઈ રહયો છે. જેને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા ચિંતા કરતા ખેડા શહેરને પણ સ્વૈચ્છિક લોકડાઉનના અમલમાં લેવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી ઉમંગ પટેલ દ્વારા ખેડા શહેરના વહેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો સાથે ખેડા નગર […]

Gujarat
123 125 ખેડા જિલ્લામાં ફરી એક વાર લોકડાઉન લંબાવાયો,વાંચો વધુ અહેવાલ

ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને મોતના આંકમાં પણ જિલ્લામાં દિવસેને દિવસે વધારો થઈ રહયો છે. જેને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા ચિંતા કરતા ખેડા શહેરને પણ સ્વૈચ્છિક લોકડાઉનના અમલમાં લેવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી ઉમંગ પટેલ દ્વારા ખેડા શહેરના વહેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો સાથે ખેડા નગર સેવા સદન ખાતે બેઠક બોલવામાં આવી હતી અને જેમાં વહીવટી તંત્ર દ્વારા ખેડા નાગરિકો અને વહેપારીઓને સ્વૈચ્છિક ખેડા શહેરને લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી હતી

બેઠક માં વહેપારી એસોસિએશનના પ્રમુખ અને પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આગામી 7 દિવસ માટે બપોર ના 3 વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ પાડવા માટે નો નિર્ણય લેવામાં આવ્યો હતો 17 થી 25 સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે પછી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સમય વધારવા માટે 25મીએ નગર સેવા સદન ખાતે ફરીવાર વહીવટી તંત્ર અને વહેપારી ઓ વચ્ચે એક બેઠક યોજાયી હતી. વહીવટી તંત્ર અને વહેપારી ઓ દ્વારા 10 દિવસ માટે નું સ્વૈચ્છિક લોકડાઉન વધારવામાં આવ્યું હતું.

એક કલાકનો સમય વધારવામાં આવ્યો હતો એટલે હવે 4 વાગ્યા પછી ખેડામાં હવે સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે જે તારીખ 5મી સુધીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં પ્રાંત અધિકારી ઉમંગ પટેલ મામલતદાર પાલિકા પ્રમુખ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એમ. માલી તાલુકા હેલ્થ ઓફીસર તેમજ ખેડા વહેપારીઓ હાજર રહ્યા હતા.