Lok Sabha Elections 2024/ હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી લોકસભાના ઉમેદવાર કંગના રનૌતે ચૂંટણી રેલીમાં લોકોને સંબોધીત કર્યા

દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. બીજેપી અને કોંગ્રેસ સહીતની તમામ પાર્ટીઓ તેમના વિસ્તારમાં પ્રચાર પણ કરી રહી છે. કેટલાક નેતાઓ તેમની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઇ પક્ષ પલટો કરી રહ્યા છે અને નેતાઓ તેમના લોકસભા મત વિસ્તારમાં રેલી સભા કરી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી લોકસભાના ઉમેદવાર અભિનેત્રી કંગના […]

India Trending Politics
Beginners guide to 1 1 હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી લોકસભાના ઉમેદવાર કંગના રનૌતે ચૂંટણી રેલીમાં લોકોને સંબોધીત કર્યા

દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. બીજેપી અને કોંગ્રેસ સહીતની તમામ પાર્ટીઓ તેમના વિસ્તારમાં પ્રચાર પણ કરી રહી છે. કેટલાક નેતાઓ તેમની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઇ પક્ષ પલટો કરી રહ્યા છે અને નેતાઓ તેમના લોકસભા મત વિસ્તારમાં રેલી સભા કરી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી લોકસભાના ઉમેદવાર અભિનેત્રી કંગના રનૌતે એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધીત કર્યા. અને મંડીના લોકોને કહ્યુ કે મને હિરોઇન ન સમજો પણ તમે મને તમારી બહેન અને દિકરી સમજો.

મંડી લોકસભા સીટ પરથી ભાજપાના ઉમેદવાર કંગના રનૌતે કહ્યુ કે મને સૌભાગ્ય મળ્યુ છે. અને મારી પ્રશન્નતાની કોઇ સીમા નથી. પોતાના ઘરે, પોતાના દેશ આવીને કોણ ખુશ ન થાય. કંગના રનૌતે હિમાચલની ભાષામાં વાત કરી અને કહ્યુ કે મને એમ ન સમજશો કે આ તો એક્ટર છે. ચૂંટણી પછી મુંબઇ જતી રેશે. પણ એવુ નથી. હું અહી લોકો વચ્ચે રહીને લોકોની સેવા કરીશ. તેમણે એ પણ જણાવ્યુ કે લોકો માટે મારા દરવાજા ખુલ્લા છે. કોઇ પણ આવી શકે છે. અને મને ફોન પર વાત કરી શકે છે.

મંડી લોકસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર કંગના રનૌતે કહ્યુ કે અમે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. અને આમારી સભામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. કંગના રનૌતે એમ પણ કહ્યુ કે હું અહીંની દીકરી છું અને આખો ભારત દેશ મારા પર ગર્વ કરે છે. અને મને લોકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક