Not Set/ લોકસભા ચૂંટણી 2019: કચ્છ લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

કચ્છ લોકસભા  બેઠક કચ્છ લોકસભા સીટ માટે  ભાજપનાં ઉમેદવાર એકવાર વિનોદ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી કચ્છ સીટ માટે ઝંપલાવશે કચ્છ લોકસભા મતવિસ્તાર દેશનો સૌથી મોટો લોકસભા મતવિસ્તાર દલિત સમાજનાં મોટા આગેવાન છે નરેશ મહેશ્વરી જયંતી ભાનુશાળીની હત્યાનો મુદ્દો ભાજપને નડી શકે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છની 7 વિધાનસભા બેઠકો પૈકી માંડવી, ભૂજ, અંજાર અને ગાંધીધામ […]

Gujarat Others
IMG 20190326 WA0000 1 લોકસભા ચૂંટણી 2019: કચ્છ લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

કચ્છ લોકસભા  બેઠક

કચ્છ લોકસભા સીટ માટે  ભાજપનાં ઉમેદવાર એકવાર વિનોદ ચાવડા

કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી કચ્છ સીટ માટે ઝંપલાવશે

કચ્છ લોકસભા મતવિસ્તાર દેશનો સૌથી મોટો લોકસભા મતવિસ્તાર

દલિત સમાજનાં મોટા આગેવાન છે નરેશ મહેશ્વરી

જયંતી ભાનુશાળીની હત્યાનો મુદ્દો ભાજપને નડી શકે

2017ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છની 7 વિધાનસભા બેઠકો પૈકી માંડવી, ભૂજ, અંજાર અને ગાંધીધામ એ ચાર બેઠકો ભાજપે જીતી હતી

તો  અબડાસા, રાપર અને મોરબી બેઠકો કોંગ્રેસે જીતી હતી

ભાજપ માટે સૌથી મોટો પડકાર કચ્છ ભાજપની જૂથબંધી

જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા બાદ કચ્છ ચર્ચામાં

કચ્છ લોકસભા બેઠકના વિજેતા સાંસદો

કચ્છ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંથી એક

1952માં  કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ એમ લોકસભાની બે બેઠકો હતી

1957માં માત્ર કચ્છ બેઠક થઈ ત્યારે કોંગ્રેસના ભવાનજી અરજણ ખીમજી જીત્યા

સ્વતંત્ર પાર્ટીની સ્થાપના પછી કચ્છના રાજવી  હિંમતસિંહજી જાડેજા 1962માં  જીત્યા

1967 અને 1971માં કોંગ્રેસે આ બેઠક જીતી હતી

જ્યારે 1977માં જનતા પાર્ટીના અનંત દવે જીત્યા

1980 અને 1984માં કોંગ્રેસે જીત મેળવી

1989માં ભાજપના બાબુ મેઘજી શાહ ની જીતથી ભાજપની એન્ટ્રી થઇ

1991માં કોગ્રેસના હરિભાઈ પટેલ જીત્યા

એ પછી સળંગ ચાર વાર ભાજપના પુષ્પદાન ગઢવી જીત્યા

2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડાઈ હતી

નવા સીમાંકનમાં  આ બેઠક અનુસૂચિત જાતિ  માટે અનામત જાહેર થઇ

2009માં  ભાજપનાં પૂનમબેન જાટ જીત્યાં હતાં

2014માં ભાજપના વિનોદ ચાવડા જીત્યા હતા

કચ્છ લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ છે

ભાજપ સળંગ છ વાર અહીંથી જીત્યું છે

આ બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર

માંડવી

ભૂજ

અંજાર

ગાંધીધામ

અબડાસા

રાપર

મોરબી

જ્ઞાતિ સમીકરણ

ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં

કચ્છની બેઠક પર કોઈ એક જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ નથી

જુદી જુદી જ્ઞાતિઓની બનેલી આ બેઠક એસ.સી. માટે અનામત

જ્ઞાતિવાદી સમીકરણો અહીં કામ કરતાં નથી

આ બધી જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7-8 ટકાની આસપાસ

કચ્છમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર

અહી  કોંગ્રેસ તરફી ક્ષત્રિય મતદારો પણ સારી સંખ્યામાં

વિનોદ ચાવડાની રાજકીય કારકિર્દી (ભાજપ ઉમેદવાર)

2010માં તેમણે જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી

2014 માં 2.54 લાખ મતની જંગી સરસાઈથી જીતીસંસદસભ્ય બન્યા

ચાવડા સામાન્ય પરિવારમાંથી આવે છે

બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં  સ્વયંસેવક

વિદ્યાર્થીકાળથી  જ જાહેર જીવનમાં સક્રિય

ગ્રેજ્યુએશન અને  એલ.એલ.બી. બાદ વકીલાત શરૂ કરી

શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ  ચૂંટાયા હતા

ચાવડાની  સંસદસભ્ય તરીકે  યશસ્વી કામગીરી

ચાવડા નિર્વિવાદ વ્યક્તિત્વ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા

વિનોદ ચાવડાનો સંસદનો ટ્રેક રેકોર્ડ (2014-2019)

હાજરીઃ 84 ટકા

પ્રશ્નો પૂછ્યાઃ 227

ચર્ચામાં ભાગ લીધોઃ 7

ખાનગી બિલઃ 0

 વિનોદ ચાવડા એમપીએલએડી  ( 2014 -2019)

કુલ ભંડોળઃ 25 કરોડ રૂપિયા

કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 22.50 કરોડ રૂપિયા

વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 25.44 કરોડ રૂપિયા

સાંસદ દ્વારા ભલામણઃ 30.77 કરોડ રૂપિયા

મંજૂર થયેલી રકમઃ 26.29 કરોડ રૂપિયા

ખર્ચાયેલી રકમઃ 20.24 કરોડ રૂપિયા

કેટલા ટકા ઉપયોગઃ 88.17 ટકા

વપરાયા વિનાની રકમઃ 5.21 કરોડ રૂપિયા