અમદાવાદ/ રેમેડેસિવિર ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઇન

રાજ્યમાં કોરોનાનાં કેસનાં આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં કોરોનાનો કહેર વધતા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

Ahmedabad Gujarat
Untitled 79 રેમેડેસિવિર ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઇન

રાજ્યમાં કોરોનાનાં કેસનાં આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં કોરોનાનો કહેર વધતા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ઘણા એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જે જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ રહેશે નહી. રાજ્યમાં ઘણી હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા પણ જોવા મળી રહી નથી.

મહાકુંભ -2121 / હરિદ્વાર આવતા વીઆઇપીને પણ કોરોનાની તપાસ કરાવવી પડશે, સંઘના વડા ભાગવતની ટીમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એન્ટ્રી

આ દરમિયાન કોરોના દર્દીની સારવારમાં ઉપયોગમાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાથી લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે અમદાવાદનાં ઝાયડસ હોસ્પિટલ બહાર 300 કરતા વધારે લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકો સુરત, રાજકોટ, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાંથી ઝાયડસ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આ રેમડેસિવિર ઇન્જેકશનની અન્ય સ્થળે પણ વ્યવસ્થા કરવા અંગે જનતાએ હવે અપીલ કરી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ આજે તો તમામ રેકોર્ડ બ્રેક કરતાં 4021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવી શકાતો નથી. રાજ્યમાં 4021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2297 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ ઘટ્યો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ