Not Set/ ખારાઘોડા મીઠાના ઉદ્યોગમાં લુઝ મીઠાની નિકાસ થતા વ્યાપારના નવા દ્વાર ખુલ્યા

અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર ખારાઘોડા સ્ટેશનેથી રેલવે મારફતે લુઝ (ખુલ્લું) મીઠું મોકલવાની શરૂઆત કરવામાં આવી

Gujarat
Untitled 25 1 ખારાઘોડા મીઠાના ઉદ્યોગમાં લુઝ મીઠાની નિકાસ થતા વ્યાપારના નવા દ્વાર ખુલ્યા

ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલવે મારફતે મીઠાની નિકાસ થાય છે.અહીંયા આઝાદી પહેલાંથી એટલે બ્રિટીશ હુકુમત સમયથી સને 1872થી મીઠા ઉદ્યોગ ચાલી રહ્યો છે. પરંતુ અહીંનું ખુલ્લુ મીઠું આયોડીનયુક્ત ખાવા માટે પહેલા કંતાનના કોથળામાં પેક થઈને જતું હતું. ત્યાર બાદ હાલમાં પ્લાસ્ટિકના થેલામાં પેક થઈને જાય છે.

સમયાંતરે ભારતમાં મોટી કંપની સ્થપાતા મીઠાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ પરંતુ ખારાઘોડામાં પ્લાસ્ટિકની બેગમાં મીઠું ભરાતું હોય કંપનીને પરવડે તેમ ન હતું. અને ખારાઘોડા સ્ટેશનેથી ખુલ્લુ મીઠું રેલવેમાં ભરવું પણ અશક્ય હતું. કારણકે રેલવેના સમય મુજબ રેક (વેગનો)માં ખુલ્લુ મીઠું ફરી સમયસર કંપનીમાં મીઠું પહોંચાડવાનું કામ ખૂબ કઠીન હતું. અને કંપનીને મોટા જથ્થામાં (બલ્ક)માં મીઠાની જરૂરિયાત હોય તેઓ ગાંધીધામ કે નવલખી પોર્ટ પરથી મીઠું મંગાવતા હતા.

ત્યારે હાલમાં ખારાઘોડામાં મીઠાનો વેપાર કરતા સિધ્ધરાજસિંહ કે. ઝાલાએ મોટી કંપની સાથે કરાર કરી તેઓને વિશ્વાસ અપાવ્યો હતો કે, ખારાગોઢા સ્ટેશનેથી રેલવે મારફતે છુટુ મીઠું ભરીને મોકલીશુ અને આપને સમયસર અને નિયમિત જોઈએ તેટલું મીઠું પૂરું પાડીશું. જેથી કંપનીએ ખારાઘોડાથી મીઠું મંગાવવાનું શરૂ કરતાં મીઠાના વેપારી અને ટ્રાન્સપોર્ટેશન તેમજ જે.સી.બી. અને હિટાચીના માલિકોએ ટીમ વર્ક કરીને ખારાઘોડામાંથી ઇતિહાસમાં પ્રથમ વાર ખુલ્લુ મીઠું રેલવેમાં ભરીને મોકલવાની શરૂઆત કરતા ખારાઘોડા મીઠાના ઉદ્યોગમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.

આ અંગે ખારાઘોડા મીઠાના વેપારી સિધ્ધરાજસિંહ ઝાલાએ ગર્વભેર જણાવ્યું કે, હવે મોટી કંપનીઓને પ્લાસ્ટીક બારદાનના થતા લાખો રૂપિયાનો ખર્ચ બચી જતા મોટો ફાયદો થતાં હવે અન્ય કંપનીઓ પણ ખારાઘોડાથી મીઠું મંગાવશે . અને રેલ્વે દ્વારા એક સાથે હજારો મે.ટન મીઠું એક સાથે કંપનીને મળવાથી કંપનીને પણ ખૂબ મોટો ફાયદો થતાં આ વિસ્તારમાંથી મીઠાની મોટાપાયે નિકાસ થશે અને મીઠા ઉદ્યોગને વેગ મળશે. અને ટ્રાન્સપોર્ટેશન કરતા લોકોની રોજગારી વધશે તેવી આશા બંધાઈ હતી