હવામાન/ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી હતી. તો સાથે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે. જ્યારે દરિયામાં ગયેલા બોટોને પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી.

Gujarat Others
લૉ પ્રેશર અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

મધ્ય-પૂર્વ અરબસાગરમાં રહેલુ લૉ પ્રેશર હવે વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાય ગયું છે જે હાલ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને આગામી 24-48 કલાક સુધી તેની ડિપ્રેશન તરીકેની સ્થિતિ જાળવી પછી નબળું પડતું જશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયેલા જોઈ શકાય છે જ્યાં આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન થતા દરિયા કાંઠાના બંદરો પર  સિગ્લન લગાવવામાં આવ્યું  છે. જામનગર, દ્વારકા, પોરબંદર, સહિતના બંદરો ઉપર 1નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી હતી. તો સાથે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે. જ્યારે દરિયામાં ગયેલા બોટોને પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી.

દ્વારકાના ઓખા બંદર સહીત તમામ બંદરો ઉપર ગુજરાત મેરીટાઇમ બોર્ડે 1 નંબરનું સિગ્નલ  લગાવવામાં આવ્યું છે, સાવચેતીના ભાગ રૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો સાથે જામનગરના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયા નહિ ખેડવા અને દરિયામાં ગયેલી બોટને પરત આવવા જાણ કરવામાં આવી છે.

જાફરાબાદ બંદરમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલી વિસ્તારમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.

દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે