Recipe/ ઘરે બનાવો પૌઆ ના દહીવડા ,ખાવાની મજા પડી જશે

જો તમે એક જ પ્રકારની વેરાયટી  થી કંટાળી ગયા હોય તો કઈક  નવીન પ્રકારની  વેરાયટી  બનાવીએ .તો  ઘરે  બનાવીએ  પૌઆના દહીવડા ,જે પરિવાર ના  સભ્યોને પણ પસંદ આવશે .આ ડીશ  ટેસ્ટી  સાર્થે હેલ્ધી  પણ છે . સામગ્રી 3 કપ પૌંઆ -2 કપ દહીં -25 ગ્રામ ચણાનો લોટ -મીઠું સ્વાદાનુસાર -લાલ મરચું પાવડર -કાળા મરી પાવડર […]

Food Lifestyle
Untitled 96 ઘરે બનાવો પૌઆ ના દહીવડા ,ખાવાની મજા પડી જશે

જો તમે એક જ પ્રકારની વેરાયટી  થી કંટાળી ગયા હોય તો કઈક  નવીન પ્રકારની  વેરાયટી  બનાવીએ .તો  ઘરે  બનાવીએ  પૌઆના દહીવડા ,જે પરિવાર ના  સભ્યોને પણ પસંદ આવશે .આ ડીશ  ટેસ્ટી  સાર્થે હેલ્ધી  પણ છે .

સામગ્રી

3 કપ પૌંઆ
-2 કપ દહીં
-25 ગ્રામ ચણાનો લોટ
-મીઠું સ્વાદાનુસાર
-લાલ મરચું પાવડર
-કાળા મરી પાવડર
-વળિયારી
-તેલ તળવા માટે

Untitled 97 ઘરે બનાવો પૌઆ ના દહીવડા ,ખાવાની મજા પડી જશે

 

 

બનાવવાની રીત :

સૌપ્રથમ પૌંઆને સાફ કરીને પલાળી દો. ત્યાર બાદ હાથથી દબાવીને પાણી કાઢી નાખો. હવે હાથેથી મસળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં ચણાનો લોટ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. દહીં વડાના આકારમાં વડા બનાવી ગરમ તેલમાં તળી લો. વડા તળેલા ગરમ-ગરમ જ ઠંડા પાણીમાં નાખો. થોડીવારમાં ફૂલી જશે. હાથથી દાબીને પાણી કાઢી લેવું. દહીંમાં કાળામરીનો ભૂકો, લાલ મરચું પાવડર, એક નાની ચમચી મીઠું અને વળિયારીનો ભૂકો કરી નાખો. દહીંને બરાબર ફેંટી લો. હવે સર્વ કરતી વખતે વડા પર દહીં નાખીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. સાથે તમે ગળી ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી ટેસ્ટ વધી જાય છે.